ઇડરઃ સાબરકાંઠાની પ્રસિદ્ધ અરવલ્લીની ગિરિમાળામાં આજે પણ અદૂભૂત ઇતિહાસનો અમૂલ્ય વારસો જોવા મળે છે, ત્યારે અહીં પથ્થરની કેટલીક શીલાઓ એવી પણ મળી આવે છે, જે જોતા જ ઘડીભર અચંબિત થઈ જવાય. અંગ્રેજો સામે પણ હાર ન માનનારો અરવલ્લીની ગિરિમાળાઓમાં કેટલીય પ્રસિદ્ધ અને કુદરતી સૌંદર્ય સચવાયેલું છે.
સાબરકાંઠા જિલ્લાનું ઐતિહાસિક નગર ઇડર ખાસ એના ઇડરીયા ગઢના લીધે જાણીતું છે. અજેય ગણાતા ઇડરનો ગઢ એ જીતનું પ્રતિક છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ગઢ અસ્તિત્વની જંગ લડી રહ્યો છે. વિશાળ શિલાઓના લીધે ઇડર તેમજ આસપાસનો વિસ્તાર આજે પણ કેટલી કુદરતી સૌંદર્યની ઝાંખી કરાવતો રહ્યો છે, ત્યારે અરવલ્લીની હારમાળામાં એવા કેટલાય પથ્થર છે, જે કુદરતી રીતે જ સૌંદર્યની પ્રતિકૃતિ સમાન છે.
જો કે છેલ્લા કેટલાક સમયથી ખનન માફિયાઓથી અરવલ્લીની ગિરિમાળાની વ્યાપક નુકસાન થયું છે, ત્યારે કુદરતી સૌંદર્યની અમૂલ્ય ભેટ દિન-પ્રતિદિન ખતમ થવા જઈ રહી છે, તેમજ આગામી સમયમાં આ મામલે ઠોસ પગલા લેવાની જરૂરિયાત છે. જો કે આજદિન સુધી આ મામલે કોઈ ઠોસ પ્રક્રિયા હાથ ધરાઈ નથી.
આ ઉપરાંત ખનન માફિયાઓ દિન-પ્રતિદિન આવી કુદરતી સૌંદર્યની પ્રતિકૃતિને લશ્કરી રહ્યાં છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા આવા કુદરતી સૌંદર્યની બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ થાય તે જરૂરી છે.