- હિંમતનગરના બેરણા ગામે ભરાતા બનાવટી દૂધનો પર્દાફાશ
- સ્થાનિક યુવક દ્વારા પર્દાફાશ કરતા રાજકીય કિન્નાખોરી
- ખોટી રજૂઆતના પગલે જિલ્લા પોલીસ વડાને અપાયુ આવેદનપત્ર
સાબરકાંઠાઃ જિલ્લાના હિંમતનગરના બેરણા દૂધ મંડળીમાં બનાવટી દૂધ ભરવા મામલે તાજેતરમાં સાબર ડેરી દ્વારા રૂપિયા 5 લાખના દંડ સહિત એક દિવસનું દૂધ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હવે રાજકીય કિન્નાખોરી રાખવાના આક્ષેપ સાથે સમગ્ર કૌભાંડ બહાર લાવનારા ને જ આરોપી તરીકે દર્શાવામાં આવ્યો છે. જેના પગલે જિલ્લા પોલીસ વડા કચેરીએ આવેદનપત્ર આપી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
પર્દાફાશ કરનારો યુવક બન્યો રાજકીય કિન્નાખોરીનો ભોગ
સાબર ડેરી દ્વારા તાજેતરમાં બેરણા દૂધ મંડળીમાંથી આવી રહેલું દૂધ બનાવટી હોવાની જાણ થતા સુરવીર ડેરી (Survir Dairy)ના સંચાલક સહિત બેરણા દૂધ મંડળીના સેક્રેટરી અને ચેરમેન સામે રૂપિયા પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો. જોકે આ સમગ્ર કૌભાંડ બહાર લાવનારો રાજકીય કિન્નાખોરીનો ભોગ બની રહ્યો છે. સ્થાનિક ગ્રામ્ય ડેરીમાં ચેરમેન અને સેક્રેટરીના નામે બનાવટી દૂધ ભરાવામાં આવતું હોવાનું ગ્રામજનોના ધ્યાને આવતા સાબર ડેરી (Sabar Dairy)નું પણ ધ્યાન દોરવામાં આવ્યુ હતું.
ખોટી રજૂઆતના પગલે જિલ્લા પોલીસ વડાને અપાયુ આવેદનપત્ર
જેના પગલે સમગ્ર કૌભાંડ બહાર લાવી શકાયું હતું જો કે, હાલમાં આ મામલે સ્થાનિક ગ્રામજનો સહિત તમામ સમાજના લોકોએ કૌભાંડને બહાર લાવનારા બળવંતસિંહ પરમારને ટેકો આપી રહ્યા છે. તો બીજી તરફ બનાવટી દૂધને બારોબાર સાબરડેરીમાં ભરાવવાના મામલે કૌભાંડ આચરનારાઓએ બળવંતસિંહ સામે ખોટા આક્ષેપો સાથે જિલ્લા કલેકટર કચેરીથી લઇ જિલ્લા પોલીસ વડાની લેખિત રજૂઆત કરાઈ છે. જેના મામલે સ્થાનિક કક્ષાએ મામલો ગરમાયો છે જેથી આજે બળવંત પરમાર સહિત તમામ સમાજના લોકોએ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે.
તમામ સમાજ દ્વારા યોગ્ય કાર્યવાહીની કરાઈ માંગ
જોકે આગામી સમયમાં યોગ્ય ન્યાય ન મળે તો ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આગામી સમયમાં આ મામલે કેટલા અને કેવા વળાંક આવશે એ તો સમય જ બતાવશે.
આ પણ વાંચોઃ Sabar dairy દ્વારા બેરણાનું દૂધ નહિ સ્વીકારાય, પશુપાલકોને ભારે નુકશાન
સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા બેરણા ગામનું દૂધ બનાવટી દૂધ ભરાવાના મામલે 14 જૂનના રોજ સાબર ડેરી (Sabar Dairy) દ્વારા દૂધ સ્વીકારવાનું બંધ રાખવામાં આવ્યુ હતુ. જેથી પશુપાલકોમાં રોષ ભરાયો છે. મુખ્ય આરોપી સામે ઠોસ કાર્યવાહીનો અભાવ રહેતા ભારે વિરોધાભાસ સર્જાયો છે.