ETV Bharat / state

અહીં આંગણવાડીઓના હાલ છે બેહાલ, તમામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત

રાજ્ય સરકાર કુપોષણ દૂર કરવા માટે કરોડો રૂપિયા ફાળવે છે. ત્યારે સાબરકાંઠાના વનવાસી વિસ્તારોમાં આજે પણ આંગણવાડી કેન્દ્રો પાયાની સુવિધા વિહોણા છે. આંગણવાડી કેન્દ્રમાં આજની તારીખે પણ પીવાનું પાણી તેમજ પાકા મકાનો બની શક્યાં નથી.

anganwadis-at-vijaynagar-to-make-things-worse-deprived-of-all-basic-amenities
વિજયનગરઃ આંગણવાડીઓની અહીં છે હાલત બદતર, તમામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત
author img

By

Published : Feb 25, 2020, 4:39 PM IST

સાબરકાંઠાઃ જિલ્લાના વિજયનગર વિસ્તારમાં આજની તારીખે પણ આંગણવાડી કેન્દ્રમાં પાકા મકાનો બની શક્યાં નથી. જેના પગલે પીવાના પાણીની પણ પ્રાથમિક જરૂરિયાત પૂરી થઈ શકતી નથી. એકતરફ રાજ્ય સરકાર કુપોષણ દૂર કરવા માટે કરોડોના ખર્ચ કરી રહી છે, બીજીતરફ દિન-પ્રતિદિન કુપોષણ વધી રહ્યું છે. ત્યારે બાળકોના પોષણયુક્ત આહારની સાથો-સાથ પ્રાથમિક જરૂરિયાતો પણ પ્રાપ્ત ન થઈ શકી હોય તેવો ઘાટ સર્જાયો છે.

ખેડબ્રહ્માના મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં આગળવાડી કેન્દ્રોમાં સુવિધા પહોંચી શકી નથી. આ મામલે સ્થાનિક આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેતા તેઓએ કોઈપણ વાત કરવાનું ટાળ્યું હતું. સાથોસાથ સાબરકાંઠા જિલ્લા પ્રશાસન તંત્રમાં પણ કોઈપણ વ્યક્તિએ આ મામલે કોઈપણ પ્રકારનું નિવેદન આપવાનું ટાળ્યું હતું. જોકે આવી પરિસ્થિતિમાં કુપોષણ દૂર થશે એ સવાલ આગામી સમયમાં પણ ઉભો રહે તો નવાઈ નહીં.

આંગણવાડીઓની અહીં છે હાલત બદતર

જોકે રાજ્ય સરકાર દ્વારા આમલી આગામી સમયમાં છેવાડાના આંગણવાડી કેન્દ્ર તેમ જ તેડાં ઘર મામલે સરકાર નક્કર પગલાં ભરે તે વિસ્તારના લોકોની માગ છે. જોકે આવું ક્યારે થશે એ તો સમય બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.