ETV Bharat / state

સાબરકાંઠાના ટોલડુંગરી નજીક સર્જાયો અકસ્માત, 2ના મોત - toladungari

સાબરકાંઠા: જિલ્લામાં આવેલા વિજયનગરના ટોલડુંગરી નજીક કાર ચાલક દ્વારા બાઈકને ટક્કર મારતા બાઈક સવાર બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

સાબરકાંઠાના ટોલડુંગરી નજીક સર્જાયો અકસ્માત, 2ના મોત
author img

By

Published : Jun 1, 2019, 1:49 PM IST

વિજયનગરના ટીંટીરણ ગામના સાગર પટેલ અને બાલેટા ગામના ચિરાગ ગામેતી બંન્ને અમદાવાદ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. આ બંન્ને યુવક ગુરૂવારે રાત્રે નોકરી પરથી પરત ઘરે આવતા હતા. તે દરમિયાન રાત્રિના 8થી સાડા આઠ વાગ્યાની આસપાસ ટોલડુંગરી નજીક વિજયનગર આશ્રમ તરફ જતી કાર ચાલકે ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર સાગર અને પાછળ બેસેલો ચિરાગ બંન્ને જમીન પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ બંન્ને યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

Sabarkantha
સાબરકાંઠાના ટોલડુંગરી નજીક સર્જાયો અકસ્માત, 2ના મોત

ત્યારબાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. વિજયનગર પોલીસ ઘટનાસ્થળે પહોંતીને કાર્યવાહી હાથ ધરી હતી.મૃતક સાગરના પિતા મંગળાભાઈ પટેલે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમજ પોલીસે ફરાર કાર ચાલક વિરૂદ્ધ ફરિયાજ નોંધીને મૃતક યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિજયનગર રેફલર હોસ્પિટલમાં મોકલી આપી હતી.

R_GJ_SBR_01_1Jun_Akasmat_Av_Hasmukh

ટોલડુંગરી નજીક કાર અને બાઇક અથડાતાં બાઇકસવાર 2નાં મોત

વિજયનગર તાલુકાના ટોલડુંગરી નજીક કાર ચાલકે ટક્કર મારતા બાઈક સવાર બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 

 વિજયનગર તાલુકાના ટીન્ટારણ ગામના સાગરકુમાર મંગળાભાઈ પટેલ અને બાલેટા ગામના ચિરાગકુમાર રાજેન્દ્રભાઇ ગામેતી બન્ને અમદાવાદ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને ગુરુવારે રાત્રે નોકરી પરથી બાઇક નં. જી.જે-09-સી.એસ-1342 લઇને ઘરે આવતા હતા તે દરમિયાન રાત્રિના આઠથી સાડા આઠ વાગે ટોલડુંગરી નજીક વિજયનગર આશ્રમ તરફ જતી કાર નં.જી.જે-09-1834 ના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર સાગર અને તેની પાછળ બેઠેલા ચિરાગ બન્ને જમીન પર પટકાતા તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બન્ને યુવકોનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે કાર ચાલક ફરાર થઇ ગયો હતો. વિજયનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી .મૃતક સાગરના પિતા મંગળાભાઇ હીરાજી પટેલે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી મૃતક યુવકોની લાશને પોસ્ટમોર્ટમ માટે વિજયનગર રેફરલ હોસ્પિટલમાં મોકલી અાપી હતી. વધુ તપાસ હાથ ધરી છે. જોકે હજુ સુધી પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.