ETV Bharat / state

સાબરકાંઠામાં વરસાદી માહોલમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિજનોને તાત્કાલિક ધોરણે સહાય અપાઈ

author img

By

Published : Aug 26, 2020, 7:41 PM IST

સાબરકાંઠા જિલ્લામાં એક અઠવાડિયાથી ભારે વરસાદના પગલે ખેડબ્રહ્મા તાલુકામાં ત્રણ વ્યક્તિ અને વિજયનગરમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આ પીડિત પરિવારોની મદદ માટે સાબરકાંઠા જિલ્લાનું વહિવટી તંત્ર આગળ આવ્યું હતું. માત્ર એક જ અઠવાડિયાની અંદર દરેક પીડિત પરિવારોને વહિવટી તંત્રએ ઘરે જઈ રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના આપી સરકારી સહાય આપી હતી.

સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલમાં મૃત્યુ પામેલા તમામ લોકોને તાત્કાલિક ધોરણે સહાય અપાઈ

સાબરકાંઠા: જિલ્લા કલેક્ટર સી.જે. પટેલ દ્વારા જિલ્લાના અમલીકરણ અધિકારીઓને દરેક પરિસ્થિતિમાં નાગરીકોને સરકારી સહાય ત્વરીત મળી રહે તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે. જેના પગલે ખેડબ્રહ્મા તાલુકાના નાયબ કલેક્ટર દ્વારા આ ચોમાસામાં પડેલા ભારે વરસાદના કારણે ખેડબ્રહ્મા તાલુકામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો, તે પરીવારોની મુલાકાત લઈ સરકારી સહાય આપવામાં આપી હતી.

ઉપરાંત, આ વિસ્તારમાં વરસાદના સમયે લેવાની તકેદારીઓ અંગે ગ્રામજનોને જાગૃત કરવા તલાટી, સરપંચ અને સભ્યોને સમજૂતી આપવામાં આવી હતી. ખેડબ્રહ્મા તાલુકાના ઝાંઝવા પાણાઈ, નવામોટા, નાકા ગામે વરસાદી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની વિધવા પત્નીઓને ગંગાસ્વરુપા યોજના અંતર્ગત સહાયના હુકમ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત દરેક બહેનનોને અંત્યોદય કાર્ડની યોજના હેઠળ સહાય આપવામાં આવી હતી. એક પરિવારને સંકટમોચન યોજના હેઠળ સહાય આપવામાં આવી હતી.

સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મૃત્યુ પામેલા વ્યક્તિઓને તાત્કાલિક સહાય આપવામાં જે પ્રકારની ઝડપ અને સરળતા રાખી છે. તેવી જ જિલ્લાના અન્ય વ્યક્તિઓને વરસાદી માહોલમાં નુકસાન અને પશુઓના મૃત્યુના પગલે આપવાની સહાય પણ તાત્કાલિક ધોરણે ચૂકવાઇ તો સમગ્ર ગુજરાત માટે એક દિશાસૂચક પગલું બની રહે તેમ છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.