ETV Bharat / state

સાબર ડેરીએ હિંમતનગર સિવિલમાં વેન્ટિલેટર આપ્યું - સાબરકાંઠા કોરોના વાઈરસ

કોરોના મહામારીમાં સાબરડેરી સમાજની મદદે આવી છે. સાબરડેરીએ હિંમતનગરની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજમાં બાળકો માટે વેન્ટીલેટર અર્પણ કરી સામાજિક જવાબદારી નિભાવી છે.

Sabarkantha, Etv Bharat
Sabarkantha
author img

By

Published : May 28, 2020, 10:52 PM IST

હિંમતનગરઃ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરી કોરોનાના કપરા કાળમાં સમાજ સેવા માટે આગળ આવી હિંમતનગર જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજમાં વેન્ટીલેટરનું અર્પણ કર્યું હતું. હાલના કોરોના વાઈરસની મહામારીમાં પશુપાલકોને આવક અને રાજ્યના નાગરિકોને દૂધ પુરૂ પાડવાનુ કામ કરવાની સાથે અન્ય સેવાના કામ કરી વહીવટી તંત્રને મદદરૂપ બની રહી છે.

હિંમતનગરની મેડિકલ કોલેજ ખાતે કોવિડ-19ના રોગચાળા દરમિયાન ઘણા બાળરોગના દર્દીઓ, ખાસ કરીને નવજાત શિશુઓના જીવ બચાવવા માટે સાબરડેરી દ્રારા અધતન સુવિધાયુક્ત વેન્ટિલેટર અર્પણ કરવામાં આવ્યું હતું. આ વેન્ટિલેટર પર 10 કિલો સુધીના બાળકો કે જે કોરોના વાઈરસથી સંક્રમિત થયેલા હોય તેમજ તેના લીધે થયેલા ન્યુમોનિયા અને તેને સબંઘિત શ્વસનની તકલીફમા આ વેન્ટિલેટર પર રાખી શકાય છે.

Etv Bharat
સાબરકાંઠાની સાબર ડેરી દ્વારા સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર અપાયું

સાબર ડેરી દ્વારા આપવામાં આવેલા બેબી લોગ વેન્ટિલેટર માત્ર કોરોના ચેપગ્રસ્ત બાળકોને જ નહીં, પરંતુ ભવિષ્યમાં નાના બાળકો અને તેમાં પણ નાના પ્રિટરમ બાળકોને સુમેળ વેન્ટિલેશન કરવામાં અને ફેફસાની ઇજાને રોકવામાં મદદ કરશે. આ વેન્ટીલેટર દ્રારા અપરિપક્વ ફેફસાં ધરાવતા પ્રિટરમ બાળકોમાં શ્વાસ લેવામાં મદદ કરશે. જેથી આ બાળક જાતે શ્વાસ લેતા ના થાય ત્યાં સુધી આ વેન્ટીલેટર આ બાળકને શ્વાસ આપશે.

વેન્ટીલેટર દ્રારા હવે સાબરકાંઠામાં ઘણા ગરીબ અને જરૂરીયાતમંદ માતા-પિતાના વ્હાલસોયાઓને અધ્યતન સારવાર વિનામૂલ્યે મળવાથી તેમના જીવનમાં ખુશીનો ઉજાસ પથરાશે એ નક્કી બાબત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.