ETV Bharat / state

સાબરકાંઠાના ઇડરમાં દેખાય અનોખી બિલાડી પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશી - Idar of Sabarkantha

સાબરકાંઠાના ઈડરિયા ગઢમાં દુર્લભ જાતિની રસ્ટી સ્પોટેડ બિલાડી દેખાતા પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશી વ્યાપી છે જોકે આવી બિલાડી દક્ષિણ ભારત તેમજ કશ્મીરમાં જોવા મળતી હોય છે ત્યારે લુપ્ત થતી પ્રજાતિમાં મુખ્યત્વે ગણાતી આ બિલાડી સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

સાબરકાંઠાના ઇડરમાં દેખાય અનોખી બિલાડી પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશી

author img

By

Published : May 23, 2021, 2:24 PM IST

  • સાબરકાંઠાના ઇડરમાં લુપ્ત થતી બિલાડી જોવા મળી
  • ઈડરિયા ગઢમાં બિલાડી જોવા મળતા પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશી
  • વન વિભાગના અધિકારીઓ પણ લાગ્યા કામે

સાબરકાંઠાઃ સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહેલી વાર ઈડરિયા ગઢ પર શિડ્યુલ -૧માં આવતી રસ્ટી સ્પોટેડ બિલાડી જોવા મળી છે. જેના પગલે ભારતમાં આ દુર્લભ જાતિની બિલાડી મોટા ભાગે દક્ષિણ ભારત, પશ્ચિમ ઘાટ તથા કશ્મીરના કેટલાંક ભાગોના જંગલોમાં જોવા મળે છે સાથો સાથ ગુજરાતમાં ડાંગ, ગીર અને છોટાઉદેપુરના જંગલમાં ક્યારેક જોવા મળે છે. જોકે મિશન ગ્રીન ઈડર ટીમના સભ્યો થોડા દિવસ અગાઉ ઈડરિયા ગઢ ઉપર વાવેલા વૃક્ષોને પાણી પીવડાવી પરત ફરી રહ્યા હતાં, ત્યારે દુરથી દીપડા જેવું પ્રાણિઓ જણાતા ટીમના સભ્ય દ્વારા તસવીર લેવાતા આ એક દુર્લભ પ્રજાતિની રસ્ટી સ્પોટેડ કેટ હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ કોથળામાંથી બિલાડી તો બહુ જોઇ, હવે પાણીમાં બિલાડી જુઓ

લુપ્ત થતી પ્રજાતિમાં આવે છે આ બિલાડી

ઈડરિયા ગઢ વિસ્તારમાંથી મળી આવેલી આ બિલાડી મામલે સાબરકાંઠા જિલ્લાના વન અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી છે. તેઓએ આવી દુર્લભ જાતિની બિલાડીની કેટલી સંખ્યા આ વિસ્તારમાં આવેલી છે. તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. જોકે આવી લુપ્ત થતી પ્રજાતિ ઇડર ગઢ વિસ્તારમાંથી મળી આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશી વ્યાપી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.