- વડાલીના ભજપુરા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે વરઘોડો
- લગ્નમાં અસામાજીક તત્વો દ્વારા અનિચ્છનીય બનાવ કરવાની આશંકા
- પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સાબરકાંઠા: વડાલીના ભજપુરા ગામે 2 દિવસ અગાઉ નરેશ દલિત દ્વારા પોતાના પુત્રના લગ્નના વરઘોડા મામલે અસામાજિક તત્વો દ્વારા હંગામો થવાની સંભાવના દર્શાવવામાં આવી હતી. જેના પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત અત્યારથી જ ગોઠવી દીધો છે. તેમજ ગામમાં કોઇપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી રાખી છે.
110થી વધારો પોલીસ જવાન તૈનાત
સામાન્ય સંજોગોમાં ગ્રામ્ય કક્ષાએ કોઈ વિરોધાભાસ નહીં હોવા છતાં નરેશ દલિત દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં સમગ્ર જિલ્લાની પોલીસ એલર્ટ બની છે. તેમજ હાલમાં 110થી વધારે પોલીસ જવાનોનો સમગ્ર ગામમાં તૈનાત થઈ ચૂક્યા છે. જો કે, ગામમાં કોઈ પણ પ્રકારના વિરોધાભાસ હજૂ સુધી જોવા મળ્યો નથી. તેમ જ સ્થાનિક લોકોનું માનીએ તો આગામી સમયમાં આજદિન સુધી કોઈ વિરોધાભાસ થયો નથી.
આ પણ વાંચોઃ પોલીસ બંદોબસ્ત વચ્ચે ખંભીસરમાં અનુસૂચિત જાતિના યુવાનનો નીકળ્યો વરઘોડો