મહીસાગર : સામાન્ય રીતે જૈન ધર્મ એટલે સંયમ અને ધર્મનો સંયુક્ત સુમેર અહિંસાનો પરમ આગ્રહી. જોકે સાબરકાંઠાના ઇડરમાં આવેલા પ્રખ્યાત પાવાપુરી જલ મંદિર ખાતે છેલ્લા 20 વર્ષથી સ્થાનિક જિનાલયમાં રહેતા બે જૈનાચાર્યો દ્વારા અમદાવાદ તેમજ સુરતની મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યુ હોવાની પોલીસ મથકે વ્યભિચારની ફરિયાદ નોંધાવી છે. જેના પગલે સમગ્ર જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ખળભળાટ સર્જાયો છે.
જોકે આ મામલે ફરિયાદીની વાત માનવામાં આવે તો આ બંને જૈનાચાર્ય સાધુના રૂપમાં શેતાન છે બંને જૈનાચાર્યો એ છેલ્લા 20 વર્ષની સમય મર્યાદામાં સૌથી વધારે મહિલાઓનો શારીરિક શોષણ કર્યું છે. સાથો સાથ તમામ મહિલાઓને તંત્ર મંત્રની વિવિધ વિદ્યાઓ તેમજ ધાક-ધમકી આપી પોતાનો મનસુબો પાર પાડે છે. જોકે સૌથી મહત્વની બાબત એ છે કે આ જિનાલયનું સૌથી પવિત્ર સ્થાન ગણાતું સાધના કક્ષમાં જ બંને જૈનાચાર્યો દ્વારા મહિલાઓ સાથે દુષ્કર્મ કરાતું હતુ.
આ સમગ્ર મામલાને લઇ ટ્રસ્ટીઓ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં કેટલીક વાર પૂછતા તેમને પણ ધાક ધમકી આપવામાં આવી હતી. આ સાથે પોતાના વ્યભિચાર વાત છુપાવતા માનવ સહજ પ્રકૃતિ ગણાવી હતી. જોકે જૈનાચાર્યની આવી વાત કેટલીક સહજ ગણવી તે પણ એક સવાલ છે, ત્યારે સામાજિક સંયમ અને ધર્મની વાતો કરનારા આવા લંપટ સામે પોલીસ કાર્યવાહીની સાથો સાથ સામાજિક તિરસ્કૃતતા પણ થવી જરૂરી છે. જોકે હાલમાં તો આ મામલે જિલ્લા પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે તેમજ બંને જૈન આચાર્યોને પાવાપુરી જલ મંદિર ખાતે નજર કેદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ ફરિયાદમાં પરણિતાઓના રૂબરૂમાં નિવેદન લેવાની તજવીજ પણ શરૂ થઈ ચૂકી છે. મામલાને લઇને પોલીસે ઝીણવટભરી ભરી તપાસ હાથ ધરી છે.
જોકે આગામી સમયમાં લંપટ જૈનાચાર્યો સામે ઠોસ પગલા લેવા જરૂરી છે. જેનાથી નિર્દોષ મહિલાઓ ભોગ બનતા અટકે તેમજ અન્ય જૈનાચાર્યો પણ આગામી સમયમાં સંયમિત જીવન તરફ આગળ વધે.