ETV Bharat / state

suicide news: હિંમતનગરની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને વિધર્મી યુવકે માનસિક ત્રાસ આપતા કરી આત્મહત્યા - Suicide in Sabarkantha

સાબરકાંઠાના હિંમતનગરમાં કનાઈ ગામમાં કોલેજ કરતી 19 વર્ષીય યુવતીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા (suicide) કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ છે. યુવતીના અગ્નિ સંસ્કાર બાદ મોબાઈલ જોતા વિધર્મી યુવકે યુવતીને સામાજિક બદનામી સહિત આત્મહત્યા માટે મજબૂર કરાયાનું ધ્યાને આવતા યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે.

Himmatnagar News
Himmatnagar News
author img

By

Published : Jul 31, 2021, 11:08 PM IST

  • સાબરકાંઠામાં વિધર્મી યુવકના ત્રાસને કારણે વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા
  • મોબાઈલ પર આવેલા મેસેજથી થયો ખુલાસો
  • હિંમતનગર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

સાબરકાંઠા: જિલ્લાના હિંમતનગરના કનાઇ ગામે કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા (suicide) કરી લેતા સમગ્ર પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. જોકે વહાલસોયી દીકરીની અંતિમવિધિ પતાવ્યા બાદ દીકરીના મોબાઈલ જોતા ગામના જ વિધર્મી યુવક દ્વારા માનસિક ત્રાસ આપી આત્મહત્યા (suicide) કરવા માટે મજબૂર કરતા મેસેજ જોવા મળ્યા હતા જેના પગલે દીકરીના પિતાએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આરોપીની અટકાયત કરી છે.

હિંમતનગરની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને વિધર્મી યુવકે માનસિક ત્રાસ આપતા કરી આત્મહત્યા

આ પણ વાંચો : suicide news: વલસાડ મરીન પોલીસ મથકમાં આરોપીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

આરોપી યુવકની અટકાયત કરાઈ

આરોપીએ પ્રથમ પત્નીને તલાક આપ્યા બાદ ગામની અન્ય યુવતીને લઈ ભાગી છૂટ્યા હોવાની સાથોસાથ હાલમાં ત્રીજા લગ્ન કરી પરિવાર સાથે રહેતો હોવા છતાં ગામની યુવતીને જ પોતાના પ્રેમજાળમાં ફસાવ્યાનું ખુલતા સમગ્ર વિસ્તારમાં અજંપા ભરી શાંતિ છવાઈ છે. પોતાની દીકરી ગુમાવ્યાના દુઃખની સાથોસાથ ગામના જ વિધર્મી યુવકે કરેલા પાપાચાર સામે ઠોસ કાર્યવાહી કરવાની પરિવારજનો માગ કરી રહ્યા છે તેમજ આગામી સમયમાં આ વિસ્તારમાં ફરીથી આવો બનાવ ન બને તે માટે વિશેષ તકેદારી રાખવા જણાવી રહ્યા છે. વિધર્મી યુવક દ્વારા માનસિક ત્રાસ થકી દીકરી ગુમાવ્યાની ઘટના સમગ્ર સમાજ માટે પણ ચિંતાજનક બાબત બની શકે તેમ છે.

આ પણ વાંચો : Suicide in Surendranagar: જોરાવરનગરમાં ખાનગી ટ્યૂશન ક્લાસના સંચાલક અને વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી

પોલીસે યુવકને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી

હિંમતનગરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની આત્મહત્યા (suicide) ના મામલે પરિવારજનો દ્વારા ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતાં પોલીસે આરોપીની અટકાયત કર્યા બાદ પૂછપરછ કરતાં તેને પોતાનો ગુનો સ્વિકાર્યો છે. તેમજ છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીની સાથે સંબંધો હોવાની સાથોસાથ મોબાઇલમાં ફોટોગ્રાફ અને વીડિયો પણ હોવાનું સ્વીકાર્યું હતું. સાથોસાથ મૃતક યુવતીને માનસિક ત્રાસ આપ્યા હોવાનું પણ ખુલ્યું છે. વિદ્યાર્થીનીને છેલ્લા કેટલાય સમયથી વિધર્મી યુવક હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદ તેની માતાએ કરી હોવા છતાં નજર અંદાજ કરાયેલા સૂચનાના પગલે યુવતીએ આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. સાથોસાથ આ યુવક અન્ય યુવતીઓની પણ જિંદગી બરબાદ કરતો હોવાનું ખુલ્યું છે. પોલીસે હાલના તબક્કે વિધર્મી યુવકને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.

વિધર્મી યુવકો દ્વારા વિરોધાભાસના પ્રયાસમાં વધારો

જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વિધર્મી યુવકો દ્વારા ચોક્કસ સમાજની યુવતીઓને શારીરિક-માનસિક ત્રાસ આપવાના બનાવો વધી રહ્યા છે. આ મામલે પોલીસ તંત્ર સહિત માતા-પિતાએ પણ જાગૃત બનવું તે સમયની માગ છે. આગામી સમયમાં વધી રહેલા હિન પ્રયાસો સામે સ્થાનિક જાગૃતતા જરૂરી છે, ત્યારે જોવાનું એ છે કે, આ મામલે આગામી સમયમાં સામાજિક જાગૃતતાનો કેટલો અને કેવો પ્રયાસ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.