800 વર્ષ પુરાણું મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે. અહીં ઉબરાના ઝાડમાંથી અવિરત ગુપ્ત ગગાનો પ્રવાહ વહે છે. જે આજ દિન સુધી સુકાયો નથી. ઉનાળાના ધોમ ધખાતા તાપમાં પણ આ પ્રવાહ અવિરત વહ્યા કરે છે. જેને ભક્તો પ્રેમથી પીવે છે અને ધન્યતા અનુભવે છે. અરવલ્લીની ગિરિમારાઓના વનસામ્રાજ્ય વચ્ચે ગુપ્ત ગંગા શીવજીના ચરણ સ્પર્શ કરી અદ્રશ્ય થઈ જાય છે. અલૌકિક વાતાવરણનો નજારો અને ત્યાંજ બિરાજમાન વિરેશ્વર મહાદેવ સમગ્ર ગુજરાતમમાં જાણીતા છે.
અહીં લોકો બાજુમાં બિરાજેલા નૃસિંહ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે, જ્યાં એક તરફ શિવનો મહિમા અને બીજી તરફ વિષ્ણુ ભગવાનના અવતાર નૃસિંહના દર્શન કરીને પાવન થાય છે. અહીંની ગુપ્ત ગંગાનો પ્રવાહ શિવલિંગ ઉપર થઈ જમીનમાં સમાઈ જાય છે. આ પાણીનો પ્રવાહ ક્યાંથી આવે છે, તે હજી સુધી જાણી શકાયું નથી. આ મંદિરે 1984થી અન્નક્ષેત્ર ચાલે છે. અહીં આવનાર તમામ ભક્તોને મહાપ્રસાદ આપવામાં આવે છે. કહેવાય છે કે શ્રાવણ માસમાં વનભોજન અતિ મહત્વનું હોય છે. જેના પગલે અહીં આવી લોકો ધન્યતા અનુભવે છે.