- સાબરકાંઠામાં કોરોનાના કેસમાં ઘટાડો
- હોસ્પિટલમાં 70 ટકા બેડ ખાલી
- જિલ્લામાં કોરોનાના કુલ 1500થી વધુ કેસ નોંધાયા
સાબરકાંઠાઃ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, જેથી હોસ્પિટલમાં હાલના તબક્કે 70 ટકા જેટલા બેડ ખાલી છે. જિલ્લા પ્રશાસન દ્વારા છેવાડાના વ્યક્તિ સુધી કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે લેવાયેલા પગલાં સહિત સ્થાનિક કક્ષાએ કોરોના પ્રત્યે વધતી જતી જાગૃતીને પગલે જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે.
હાલમાં પ્રતિદિન સરેરાશ 8 થી 10 કેસ આવી રહ્યા છે સામે
સાબરકાંઠામાં શરૂઆતના તબક્કે એકલ-દોકલ કેસ નોંધાયા બાદ સમયાંતરે લોકડાઉન ખુલવાની સાથે કોરોનાના કેસમાં વધારો થયો હતો, જોકે, છેલ્લા કેટલાક સમયમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલાં સહિત સ્થાનિક જાગૃતિના પગલે હાલમાં પ્રતિદિન સરેરાશ ૮થી ૧૦ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે.
750થી વધારે દર્દીઓ કોરોના મુક્ત થઈ ઘરે પરત ફર્યા
જિલ્લામાં છેલ્લા નવ મહિનામાં 1500 થી વધારે કોરોના સંક્રમણના કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમજ 750થી વધારે લોકો કોરોના મુક્ત બની પોતાના ઘરે પરત ફરી ચુક્યા છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણને પહોંચી વળવા માટે લેવાયેલા નિર્ણયના પગલે હાલના તબક્કે કોરોના પોઝિટિવના 70 ટકા જેટલા બેડ ખાલી છે. જિલ્લામાં આગામી સમયમાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં ઘટાડો આવી શકે તેમ છે. જિલ્લામાં હજુ પણ કોરોનાને કાબુમાં લેવાનો પ્રયાસ થાય તો સાબરકાંઠા જિલ્લો ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતા વધુ સરળતાથી કોરોનાની હરાવી શકશે.