ETV Bharat / state

સાબરકાંઠાના બાવસર ગામે ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં 7 ઘાયલ

author img

By

Published : Mar 28, 2021, 10:48 AM IST

સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા બાવસર ગામે આજે સવારે અચાનક ગેસ ની બોટલ માં બ્લાસ્ટ થતાં ઘરવખરી સહિત તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઈ હતી. સાત વ્યક્તિઓને ઇજાઓ થતાં તમામને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી બે વ્યક્તિઓની સ્થિતિ ગંભીર બતાવાઈ રહી છે.

સાબરકાંઠાના બાવસર ગામે ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં 7 ઘાયલ
સાબરકાંઠાના બાવસર ગામે ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં 7 ઘાયલ
  • હિંમતનગરના બાવસર ગામે ગેસની બોટલમાં બ્લાસ્ટ
  • સાત વ્યક્તિઓ થયા ઇજાગ્રસ્ત
  • ઘરવખરી બળીને ખાખ

સાબરકાંઠા: હિંમતનગર નજીક આવેલા બાવસર ગામે આજે સવારે ગેસની બોટલમાં અચાનક બ્લાસ્ટ થતા ઘરમાં આગ લાગી હતી. આ ઘટનામાં ઘરમાં રહેલી તમામ ઘરવખરી સંપૂર્ણ પણે ભસ્મીભૂત થઈ ગઈ હતી. સાથોસાથ ઘરમાં રહેતા સાત વ્યક્તિઓ દાઝી જતાં તમામને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જે પૈકી બે વ્યક્તિઓની સ્થિતિ વધારે ગંભીર બની રહી છે. હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે તમામની સારવાર ચાલી રહી છે તો બીજી તરફ વાસણ ગામે સ્થાનિક ગ્રામજનો, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચીને આગ બુજાવી હતી.

ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં ઘરની સીલીંગ પણ તૂટી ગઈ

ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં ઘરની સીલીંગ પણ તૂટી ગઈ છે. હાલમાં સમગ્ર પરિવાર હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો બીજી તરફ પોલીસ અને ફાયર ફાઈટર આ ઘટનાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ભરૂચના ઝઘડીયાની UPL કંપનીમાં બ્લાસ્ટ, 2ના મોત

ગેસની બોટલ બ્લાસ્ટ થતા 7 ઇજાગ્રસ્ત

સાબરકાંઠાના હિંમતનગરમાં બાવસર ગામે ગેસની બોટલમાં બ્લાસ્ટ થતા સમગ્ર પરિવાર આગની જ્વાળાથી દાજી ગયો છે. જેમાં 2 મહિલા, 2 પુરૂષ સહિત 3 બાળકોને ઇજાઓ થતાં તમામને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે, સમયસર તેમજ તાત્કાલિક ધોરણે સારવાર મળવાના પગલે હાલમાં તમામની સ્થિતિ સ્થિર બતાવાઈ રહી છે.

આ પણ વાંચો: નેપાળના લાહાનની સરકારી ઑફિસમાં બોમ્બ બ્લાસ્ટ, આઠ લોકો ઘાયલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.