સાબરકાંઠા : વૈશ્વિક સમસ્યા બની ચૂકી કોરોના વાયરસ સામે સાબરકાંઠા જિલ્લાના 16 દર્દીઓ પૈકી વધુ 4 દર્દીને સાબરકાંઠા જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તમામ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવતા તેમને સિવિલ હોસ્પિટલના ડોક્ટર, નર્સ દ્વારા સન્માનિત કરવાની સાથો સાથ આગામી સમયમાં ઘરમાં જ રહેવા ઉપરાંત સેનેટાઈઝર અને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.
સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 39 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જે પૈકી વધુ 4 દર્દીઓને કોરોના વાયરસ અંતર્ગત નેગેટિવ રિપોર્ટ આવતા તમામને રજા આપવામાં આવી છે. તેમજ આગામી સમયમાં તમામ લોકોને કોરોના વાયરસથી ગભરાવાની જગ્યાએ હિંમતથી મુકાબલો કરવા જણાવાયુ છે. જો કે, જિલ્લામાં હજુ પણ કોરોના વાયરસના નવા કેસો મળી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્રએ આગામી સમયમાં હજુ પણ ઠોસ પગલાં ભરવાની જરૂરિયાત છે.
હિંમતનગરમાં 9 વર્ષના બાળકે કોરોનાને હરાવ્યો, જિલ્લામાં વધુ 4 દર્દી કોરોના મુક્ત થયા - 6 patients in Himmatnagar of Sabarkantha corona negative
વૈશ્વિક મહામારી બનેલા કોરોના વાઈરસને સાબરકાંઠા જિલ્લામાં એક સાથે 4 વ્યક્તિઓએ મ્હાત આપી છે. તેમજ તમામ પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.