ETV Bharat / state

હિંમતનગરમાં સહયોગ કુષ્ઠ ટ્રસ્ટના 39 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ

સાબરકાંઠામાં છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારી ઘટી હતી. જોકે, ચૂંટણીના માહોલ બાદ કોરોના વિસ્ફોટ સર્જાયો છે. જે અંતર્ગત હિંમતનગર નજીક આવેલા સહયોગ કુષ્ઠ ટ્રસ્ટના 40 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે.

હિંમતનગરમાં સહયોગ કુષ્ઠ ટ્રસ્ટના 39 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ
હિંમતનગરમાં સહયોગ કુષ્ઠ ટ્રસ્ટના 39 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ
author img

By

Published : Mar 21, 2021, 1:34 PM IST

Updated : Mar 21, 2021, 3:03 PM IST

  • સાબરકાંઠામાં કોરોનાની થંભી વણઝાર
  • સહયોગ કુષ્ઠ ટ્રસ્ટમાં 39 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ
  • તાત્કાલિક ધોરણે સ્કૂલ બંધ કરવા આદેશ

સાબરકાંઠા: છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારી ઘટી હતી. જોકે, ચૂંટણીના માહોલ બાદ કોરોના વિસ્ફોટ સર્જાયો છે. જે અંતર્ગત હિંમતનગર નજીક આવેલા સહયોગ કુષ્ઠ ટ્રસ્ટના 39 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે.

પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ બંધ રાખવા આદેશ કરાયો

સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલા સહયોગ કુષ્ઠ ટ્રસ્ટમાં અભ્યાસ કરતા 39 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેમાં ધોરણ 6 થી 10 વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરાતા 39 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે એક રક્તપિત મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે અંતર્ગત 20 વિદ્યાર્થીની અને 19 વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે, આ મામલે તાત્કાલિક ધોરણે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ બંધ રાખવા આદેશ કરાયો છે.

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં કોરોનાકાળમાં વિદ્યાર્થીઓની હાજરીમાં 10 ટકાનો ઘટાડો

શાળાઓમાં પણ કોરોનાના કેસ વધી શકે તેવી પૂર્ણ સંભાવનાઓ

સામાન્ય રીતે કોરોના છેલ્લા કેટલાક સમયથી યથાવત રીતે વધી રહ્યો છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરનું પાલન થતું હોવાનું વારંવાર ધ્યાને આવી હોવા છતાં હિંમતનગર સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હજુ પણ કોઇ ઠોસ પગલાં લેવાઈ રહ્યા નથી. ત્યારે આગામી સમયમાં જિલ્લાની શાળાઓમાં પણ કોરોનાના કેસ વધી શકે તેવી પૂર્ણ સંભાવનાઓ છે. જોકે, હાલના તબક્કે એક સાથે આટલી મોટી સંખ્યામાં કોરોના હડકંપ સર્જાયો છે.

કોરોનાનો વધતો કહેર

સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા સહયોગ કુષ્ઠ ટ્રસ્ટમાં અભ્યાસ કરતા 1થી 8 ધોરણના વિદ્યાર્થીઓના ગૃહપતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તમામ વિદ્યાર્થીઓનો રિપોર્ટ કરાવવાનું નક્કી થતા 39 વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના પગલે સમગ્ર જિલ્લામાં હડકંપ સર્જાયો છે. જોકે, આગામી સમયમાં કોઇ પગલાં નહીં લેવાય તો હજુ કોરોના વધી શકે તેમ છે.

આ પણ વાંચો: નવસારીની કોન્વેન્ટ સ્કૂલના બે શિક્ષકો કોરોના પોઝિટિવ

Last Updated : Mar 21, 2021, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.