સાબરકાંઠાઃ ફિલિપાઇન્સના મનિલા નજીક આવેલા લાસપીલાસ શહેરમાં સાબરકાંઠાના 15 વિદ્યાર્થીઓ સ્વદેશ પરત આવવા માટે છેલ્લા કેટલાક સમયથી રાહ જોઈને બેઠા છે. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા ફિલિપાઇન્સના પ્લેનને ભારતમાં ઉતરાણની મંજૂરી નહીં અપાતા તમામ વિદ્યાર્થીઓને ટિકિટ કેન્સલ કરવી પડી છે. સાથો-સાથ વિદ્યાર્થીઓની હાલના તબક્કે ભોજનની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે. હાલમાં ફિલિપાઇન્સમાં ભોજનના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય વસ્તુઓના ભાવ 4થી 5 ગણા થઈ ગયા છે.
જેના પગલે હવે વિદ્યાર્થીઓ કોઈ પણ ભોગે વતન આવવા ગુજરાત સરકાર તેમજ ભારત સરકારને રજૂઆત કરી છે. જો કે, ભારત સરકાર વતી ફિલિપાઇન્સ એમ્બેસીના અધિકારીઓ આગામી સમયમાં આ મુદ્દે પગલાં ભરે તે જરૂરી છે. હાલના તબક્કે પરિવારજનો પોતાના સંતાનોની ચિંતા કરતા નજરે પડે છે. તો બીજી તરફ સંતાનોને હવે સ્વદેશ આવું છે પરંતુ આવવા માટેની કોઇ વ્યવસ્થા ન થવાના પગલે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર સામે વૈકલ્પિક વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ છે.