ETV Bharat / state

જસદણના સરતાનપર ગામે પ્રેમસંબંધ મામલે યુવકની હત્યા - Rajkot rural news

જસદણના સરતાનપર ગામે પ્રેમસંબંધ મામલે આશીષ કોળી નામના યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ યુવકને જે યુવતી સાથે પ્રેમસંબંધ હતા તે યુવતિના તેના પરિવારજનો દ્વારા હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.

જસદણના સરતાનપર ગામે પ્રેમસંબંધ મામલે યુવકની હત્યા

author img

By

Published : Jun 24, 2020, 4:43 PM IST

રાજકોટ: જિલ્લાના જસદણના સરતાનપર ગામના આશિષ નામના કોળી યુવકના યુવતિ સાથેના પ્રેમ સંબંધ અંગે યુવતિના પરિવારજનોને વિરોધ હતો. આ યુવક રવિવારે વાડીમાં હતો તે દરમિયાન યુવતિના પાંચ પરિવારજનો અને અન્ય ચાર શખ્સોએ વાડીમાં પાઇપ અને લાકડી સાથે ઘુસી જઇ યુવક પર હુમલો કરતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયો હતો જયાં તેનું સારવાર દરમિયાન મંગળવારે મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે હત્યાનો ભોગ બનનાર આશીષના પિતા જયંતીભાઇ આંબાભાઇ કોળીએ નવ શખ્સો સામે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જસદણના પીઆઇ કે.આર.રાવતે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.