ETV Bharat / state

Rajkot News: રાજકોટમાં BRTS બસની હડફેટે યુવાનનું મોત, સર્જાયા ગમગીન દ્રશ્યો - Rajkot News

રાજકોટમાં BRTS બસની હડફેટે યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. શહેરોમાં સીટી બસોના કારણે લોકોના મોત થવાના આંકડામાં વધારો થઇ રહ્યો છે. સાંજના સમયે શહેરના 150 ફૂટ રિંગરોડ પર મહાપૂજા ચોક નજીક એક યુવાન અચાનક ટ્રાફીકમાં એક સ્થળેથી બીઆરટએસના ટ્રેક તરફ જઈ રહ્યો હતો. તે સમયે આ ઘટના બની હતી. પોલીસ હાલ વધુ તપાસ કરી રહી છે.

Rajkot News: રાજકોટમાં BRTS બસની હડફેટે યુવાનનું મોત

author img

By

Published : Jun 29, 2023, 10:23 AM IST

રાજકોટમાં BRTS બસની હડફેટે યુવાનનું મોત

રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલ BRST બસ ટ્રેક પર યુવાન બસની હડફેટે આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે આ ઘટનાના સીસીટીવી વીડિયો પણ વાઇરલ થયા છે. જો કે ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. એવામાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી. ઉલ્લેનીય છે કે, મૃતક યુવાન કોણ છે તેની ઓળખ હજુ સુધી થઈ નથી.

"હજુ સુધી મૃતક કોણ છે તેની ઓળખ નથી થઈ, તેમજ આ મામલે BRTSના ડ્રાઇવરની ધરપકડ કરવાની પણ બાકી છે, હાલ આ મામલે તપાસ થઈ રહી છે-- એબી જાડેજા ( માલવિયાનગર પીઆઇ)

યુવાન અચાનક મોતને ભેટ્યો: રાજકોટમાં આજે સાંજના સમયે શહેરના 150 ફૂટ રિંગરોડ પર મહાપૂજા ચોક નજીક એક યુવાન અચાનક ટ્રાફીકમાં એક સ્થળેથી બીઆરટએસના ટ્રેક તરફ જઈ રહ્યો હતો. જ્યારે અહીંયા તે બીઆરટીએસ ટ્રેક નજીક લગાવેલી રેલીંગને કૂદ્યો એવો જ સામે તરફથી પુર ઝડપથી આવતી BRTS બસે તેને હડફેટે લીધો હતો. આ બનાવમાં યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો પણ વાઇરલ થયા છે. જેમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, યુવાન કેવી રીતે અકસ્માતનો ભોગ બને છે. યુવાન બસની હડફેટે આવ્યો હોવાના સીસીટીવી વીડિયો સામે આવતા પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે.

પોલીસ દ્વારા વધુ તપાસ: BRTS બસ અકસ્માતમાં યુવાનનું ઘટના સ્થળે જ મોત થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. જ્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવામાં આવી રહી છે. તેમજ મૃતક યુવાન કોણ છે, તે હજુ સુધી સામે આવ્યું નથી. એવામાં પોલીસ દ્વારા સૌપ્રથમ આ મૃતક યુવાન કોણ છે તેની તપાસ શરૂ કરી છે. બીજી તરફ યુવાનની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, રાજકોટમાં બે દિવસ અગાઉ શહેરના કોઠારિયા વિસ્તારમાં પણ એક તબીબ યુવતીનું ડમ્પરની હડફેટે મોત થયું હતું. ત્યારથી રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ભારે વાહનોને લઈને ડ્રાઇવ ચલાવી રહી છે. એવામાં બસની હડફેટે વધુ એક મોત થયા ચકચાર મચી જવા પામી છે.

  1. Surat News: સુરતમાં BRTS રેલિંગ સાથે અથડાતા યુવકનું મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ
  2. Rajkot News: સ્કૂલ બસના ડ્રાઈવરની બેદરકારીથી જેતપુરમાં નવ વર્ષની બાળકીનું થયું મૃત્યુ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.