રાજકોટઃ કોરોના વાઈરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું, જેથી દેશમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આર્થિક સંકડામણને કારણે જિલ્લાના જેતપુરના સોની યુવાને પોતાના ઘરમાં ભૂગર્ભ પાણીના ટાંકામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.
જેતપુરના યોગીનગરમાં રહેતા અને સોનીનું કામ કરતાં સુરેશભાઈ ધગડાએ આર્થિક સંકડામણને લઈને આત્મહત્યા કરી લીધી હતી. સુરેશભાઈએ પોતાના ઘરે ફળિયામાં રહેલા ભૂગર્ભ ટાંકામાં જ આત્મહત્યા કરી લીધી હતી. જાણવા મળતી વિગત મુજબ પરિવાર ઘણા સમયથી આર્થિક સંકડામણ ભોગવી રહ્યો હતો.