ગોંડલ: ગોંડલ તાલુકાના ગામમાં રહેતી 16 વર્ષની યુવતીને ગોંડલના જ ભગવતપરામાં રહેતો શખ્સ બદકામ કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરીને લઇ જતાં તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
પોલીસ ફરિયાદમાં સગીરાના વાલીએ જણાવ્યું કે, સગીર વયની પુત્રીના મોબાઇલ ફોન પર ફેસબુકના માધ્યમથી ગોંડલના ભગવતપરામાં રહેતો નવાઝ સલીમ ખારવા નામનો યુવાન સંપર્કમાં રહેતો હતો. તેની તપાસ કરતા તે પણ તેના ઘરે હાજર જણાયો ન હતો. જેથી પોલીસે IPCની કલમ 363, 366 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.