રાજકોટઃ વિશ્વ મહિલા દિવસ(World Women's Day) છે. આ દિવસે પટેલોના આસ્થા કેન્દ્ર ખોડલધામમાં મહિલા દિવસના દિવસે સામાજિક રીતે આગળ અને સમાજમાં (Respect for women in Khodaldham )યોગદાન આપનાર મહિલાઓનું ખોડલધામ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાથે મહિલા દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી.
421 કિલોના લાડુ પ્રસાદનું આયોજન
સૌરાષ્ટ્ર માંથી મોટી સંખ્યામાં મહિલાઓ અહીં આવી હતી. મા ખોડલની ખાસ પૂજા અર્ચના કરી હતી. મા ખોડલની નિશ્રામાં મા ખોડલની આરાધના માટે ખાસ 421 કિલોનો પ્રસાદ લાડુ બનાવીને પ્રસાદ કરવામાં આવ્યો હતો. જેમાં ગોંડલની મહિલાઓએ ઘરેઘરે જઈને 2 ચમચી ઘી અને 1 વાટકી ઘઉં માંગીને લાડવા માટે પ્રસાદ કર્યો હતો. આ કરવા પાછળ ખોડલધામ દ્વારા મહિલાઓને સતત જે સ્ટેજ પૂરું પાડવામાં આવે છે અને મહિલાઓને જાહેર જીવનમાં એક અલગજ ઓળખ પાડવા માટે જે કામગીરી કરવામાં આવે છે તેની(Women's Day celebration in Khodaldham) ખોડલધામની મહિલાઓએ પ્રશંસા કરી હતી. માહિલા દિવસના દિવસે ખોડલધામ તરફથી મહિલાઓને માટેના ઉત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં ખાસ મહિલાઓ દ્વારા 11 ધ્વજા રોહણનો કાર્યક્રમ અને ખાસ 421 કિલોના લાડુ પ્રસાદનું આયોજન કરેલ હતું.
આ પણ વાંચોઃ Naresh Patel In Karmasad: ચરોતરના પાટીદારોને ખોડલધામ પાટોત્સવમાં સહભાગી થવા નરેશ પટેલનુ આમંત્રણ
મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું
નરેશ પટેલે પણ ખોડલધામ તરફથી મહિલાઓને સતત દરેક ક્ષેત્રમાં પ્રોત્સાહન મળે તે માટે ખોડલધામ સતત પ્રયત્નશીલ છે અને રહેશે જેના ભાગરુપે આજે માત્ર મહિલાઓ ખોડલધામમાં જે મહિલા દિવસની ઉજવણી કરી હતી. સાથે સાથે સામાજિક રીતે અને ખોડલધામમાં સતત કોઈને કોઈ કાર્યમાં આગળ રહેતા અને સામાજિક કાર્યમાં યોગ્યદાન આપનાર મહિલાઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Hardik letter to Naresh Patel: હાર્દિકના આમંત્રણ મુદ્દે નરેશ પટેલે ચોખ્ખું કહ્યું કે ખોડલધામ ક્યારેય રાજકીય મંચ નહીં બને