રોડ રસ્તા મામલે હાથમાં બેનરો લઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમ દરમિયાન જ્યારે કોંગી કાર્યકર્તાઓએ મનપાના પદાધિકારીઓની કારની હવા કાઢવાનો પ્રયાસ કરતા તેમની અટકાયત કરવામાં આવી હતી. જયારે આ મામલે કોંગ્રેસ દ્વારા રાજકોટ મનપા કમિશ્નરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.
આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયબી બા વાઘેલાએ જણાવ્યું કે, રોડ રસ્તા અને તબક્કાવાર રોગચાળો વકરી રહ્યો છે. તે માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે. શેરીથી લઈને હાઈવે સુધી રસ્તાઓ સારા નથી. ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. થાળી, વેલણ સાથે મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ વધુમાં કહ્યું કે, લોકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડો.