ETV Bharat / state

રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર સર્જાયા હ્રદયદ્રાક દ્રશ્યો, પતિનું મોત થતા પત્નીનું હૈયાફાટ રુદન - હ્રદયદ્રાક દ્રશ્યો

કોરોનાને કારણે પતિનું મોત થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલની સામે એક મહિલા પતિના મૃતદેહ સામે રડતાં રડતાં ચીસો પાડીને 'ઊભા થાઓ... ઊભા થાઓ'ની બૂમો પાડતાં જોવા મળી હતી.

રાજકોટ સિવિલ હોસ્પિટલ
રાજકોટ સિવિલ હોસ્પિટલ
author img

By

Published : Apr 16, 2021, 9:49 PM IST

  • રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત
  • પતિનું મોત થતા પત્નીએ કર્યું હૈયાફાટ રુદન
  • રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર સર્જાયા હ્રદયદ્રાક દ્રશ્યો

રાજકોટ : શહેરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે દર એક કલાકે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 2થી 3 દર્દીના મોત થઇ રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના દ્રશ્ય લોકોના હૃદય હચમચાવી દે તેવા છે. કોરોનાને કારણે પતિનું મોત થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલની સામે એક મહિલા પતિના મૃતદેહ સામે રડતાં રડતાં ચીસો પાડીને 'ઊભા થાઓ... ઊભા થાઓ'ની બૂમો પાડતાં જોવા મળી હતી. આ દરમિયાન પુત્ર ભારે હૈયે માતાને રડતાં રડતાં દિલાસો આપે છે. આ વીડિયો જોઇને પથ્થર પણ પીગળી જાય તેવા હ્રદયદ્રાવક દ્રશ્ય રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર જોવા મળ્યા હતા.

આ પણ વાંચો - સુરત શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્મશાન ગૃહના હૈયું હચમચાવી દેતા દ્રશ્યો

દીકરો ‘માં ને કહે છે તેમનો જવાનો સમય થઈ ગયો છે; તેઓ ઊભા નહીં થાય 'માં'

રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર સામેનો આ વીડિયો બુધવાર રાત્રિનો છે. સારવાર દરમિયાન કોરોના દર્દીનું મોત થતા બુધવારની રાત્રે પરિવારજનોને મૃતદેહનાં અંતિમ દર્શન માટે બોલાવવામાં આવ્યા હતા, જ્યાં ટ્રોમા સેન્ટર સામે પતિના મૃતદેહને જોઈને પત્નીએ હૈયાફાટ રુદન કર્યું હતું. હજૂ તો કોરોના કેટલાને ભરખી જશે તેની કોઈ સીમા નથી.

પતિનું મોત થતા પત્નીનું હૈયાફાટ રુદન

આ પણ વાંચો - રાજકોટમાં ખૂટ્યા બેડ, નથી મળતી એમ્બ્યુલન્સ, શ્વાસ માટે તડપી રહ્યા છે દર્દીઓ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર કલાકે લોકોને હચમચાવી નાખે તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર એક કલાકે લોકોને હચમચાવી નાખે તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે. પત્ની પતિનો મૃતદેહ જોઈને ઊભા થાઓ, ઊભા થાઓ બૂમો પાડી રહી છે અને આ જ સમયે પુત્ર રડતાં રડતાં ભારે હૈયે માતાને દિલાસો આપતાં કહે છે, માં, તેમનો જવાનો સમય થઈ ગયો છે, તેમને ઊભા નહીં થાય. આવા દ્રશ્ય જોતા જ તો ખુદ કુદરત પણ રડી પડતો હશે.

આ પણ વાંચો - રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સોની કતાર, સારવાર માટે 4 કલાકનું વેઈટિંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.