રાજકોટ: તારીખ ૨૫ થી ૩૦ એપ્રિલ દરમિયાન અંત્યોદય, અગ્રતા ધરાવતા કુટુંબો અને બી.પી.એલ. રેશનકાર્ડ ધારકોને અનાજનો જથ્થો વિનામુલ્યે આપવામાં આવશે.
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ પુરવઠા તંત્ર દ્વારા લૉકડાઉનની સ્થિતિમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 હેઠળ પાત્રતા ધરાવતા અંત્યોદય કાર્ડધારકો (AAY), અગ્રતા ધરાવતા કુટુંબો અને (PHH) અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ પાત્રતા ન ધરાવતા BPL રેશનકાર્ડધારકોને કાર્ડમાં સમાવિષ્ટ પ્રત્યેક વ્યક્તિદીઠ સાડા ત્રણ કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા રાજયસરકાર તરફથી તદ્દન નિઃશુલ્ક ધોરણ આપવામાં આવશે.
આ અનાજનો જથ્થો લેવા જતી વખતે સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું ચુસ્ત્પણે પાલન કરવાનું રહેશે. રેશનકાર્ડનો છેલ્લો અંક 1 અથવા 2 હોય તેમને 25 એપ્રિલે, 3 અને 4 અંકવાળા રેશનકાર્ડધારકોને 26 એપ્રિલે, 5 અને 6 અંકવાળા રેશનકાર્ડધારકોને 27 એપ્રિલે, 7 અન 8 અંકવાળા રેશનકાર્ડધારકોને 28 એપ્રિલે તથા 9 અને 0 અંકવાળા રેશનકાર્ડધારકોને 29 એપ્રિલે આ અનાજ વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત અનિવાર્ય કારણોસર અનાજ લેવામાં બાકી રહી ગયેલા રેશનકાર્ડધારકોને 30 એપ્રિલે આ અનાજનો જથ્થો આપવામાં આવશે.