રાજકોટઃ રેલવે વિભાગે માધ્યમો માટે જાહેર કરેલી એક યાદી અનુસાર રાજકોટ ડિવિઝનમાં ભારે વરસાદને કારણે ઓખા-ભાટિયા સેક્શનમાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. તારીખ 20 જુલાઈ, 2023 ના રોજ, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જેમ કે ઓખા, દ્વારકા, ભાટિયામાં સાંજ સુધીમાં લગભગ 176 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ભાટિયા-ઓખામઢી અને ઓખામડી-ગોરીંઝાનો રેલવે ટ્રેક ધોવાઈ ગયો હતો.
અન્ય ટ્રેનને અસરઃ રેલ વ્યવહારને અસર થઈ હતી. ટ્રેક ધોવાઈ ગયાની જાણ થતાં જ હાપાથી 19.15 કલાકે મોનસૂન રિઝર્વ સ્ટોક સ્પેશિયલ ટ્રેન ધોવાઈ ગયેલા વિસ્તારોમાં ટ્રેક રિપેર કરવા માટે રવાના કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ટ્રેનમાં કુલ 20 વેગન છે જેમાં ટ્રેક રિપેર કરવાની સામગ્રી જેવી કે બોલ્ડર સ્ટોન, બેલાસ્ટ, સ્ટોન ડસ્ટ વગેરે મોકલવામાં આવી છે. જેથી ટ્રેક રિપેરિંગનું કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી શકાય.
મદદ શરૂ કરાઈઃ રેલવે દ્વારા ડિવિઝનના તમામ સ્ટેશનો પર મુસાફરોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. ડિવિઝનલ રેલવે એડમિનિસ્ટ્રેશન દ્વારા પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. ડિવિઝનના રાજકોટ ખાતે આવેલ કંટ્રોલ રૂમ એલર્ટ પર છે. રેલવે ટ્રેક પર નજર રાખવામાં આવી રહી છે અને રિપેરિંગનું કામ યુદ્ધના ધોરણે સતત ચાલી રહ્યું છે. રેલવે પ્રશાસન દ્વારા ટ્રેનોને સમયસર દોડાવવાના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, આ પરિસ્થિતિને કારણે કેટલીક ટ્રેનો રદ, શોર્ટ ટર્મિનેટ અથવા રીશેડ્યૂલ કરવામાં આવી છે.
રદ કરાયેલી ટ્રેન: ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 20.07.2023 ના રોજ રદ રહેશે, ટ્રેન નંબર 09480 ઓખા-રાજકોટ સ્પેશિયલ 20.07.2023 ના રોજ લ રદ રહેશે, ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 21.07.2023 ના રોજ રદ રહેશે, ટ્રેન નંબર 09511 પાલિતાણા-ભાવનગર 21.07.2023 ના રોજ શરૂ થતી સ્પેશિયલ રદ રહેશે, ટ્રેન નંબર 09512 ભાવનગર-પાલિતાણા 21.07.2023 ના રોજ શરૂ થતી સ્પેશિયલ રદ રહેશે, ટ્રેન નંબર 19209 ભાવનગર - ઓખા એક્સપ્રેસ 21.07.2023 ના રોજ રદ રહેશે, ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 21.07.2023 ના રોજ રદ રહેશે, ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 21.07.2023 ના રોજ રદ રહેશે.
શોર્ટ ટર્મિનેટ (આંશિક રીતે રદ) ટ્રેન: તારીખ 20.07.2023ની ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસને દ્વારકા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ આ ટ્રેન દ્વારકા-ભાવનગર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે. તારીખ 18.07.2023 ની ટ્રેન નંબર 22906 શાલીમાર-ઓખા એક્સપ્રેસને મુસાફરી ખંભાળિયા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ આ ટ્રેન ખંભાળિયા - ઓખા વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.
રીશેડ્યુલ કરેલ ટ્રેન: ટ્રેન નંબર 19568 ઓખા-તુતીકોરીન વિવેક એક્સપ્રેસ 21.07.2023 ના રોજ ઓખાથી તેના રેગ્યુલર સમય 00.55 કલાકને બદલે 1 કલાક અને 5 મિનિટ મોડી એટલે કે 21.07.2023 ના રોજ 02.00 કલાકે ઉપડશે.