ETV Bharat / state

Rajkot Rain: ભાદર-1 ડેમની જળસપાટીમાં સતત વધારો થતાં હાલ ડેમ 80 ટકા ભરાયો, ગમે ત્યારે ખોલાશે દરવાજા - gates will be opened anytime

રાજકોટના ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસે આવેલ ભાદર-1 ડેમ 80 ટકા ભરાઈ ચૂક્યો છે. પાણીની આવકમાં વધારો થતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલાશે તેવું સત્તાવાર જણાવવામાં આવ્યું છે. આસપાસના ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહિ કરવા તથા સાવચેત રહેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મામલતદારની યાદીમાં જણાવાયું છે.

water-level-of-bhadar-1-dam-continues-to-rise-dam-is-now-80-percent-full-gates-will-be-opened-anytime

author img

By

Published : Jul 23, 2023, 12:52 PM IST

ભાદર-1 ડેમની જળસપાટીમાં સતત વધારો

રાજકોટ: હવામાન વિભાગ દ્વારા આગાહીના પગલે ઠેર ઠેર વરસાદી વાતાવરણ છે. વરસાદના કારણે જળસંચય તેમજ જીવા દોરી સમાન ડેમોની અંદર આવકમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લાના ઘણા ડેમો ઓવર ફ્લો થઈ ચૂક્યા છે તો ઘણા ડેમોમાં પાણીની આવક વધતા ડેમોની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસે આવેલ ભાદર એક ડેમની જળ સપાટીમાં વધારો થયો છે અને પાણીની આવકમાં વધારો થતા ડેમ 80% ઉપરાંત ભરાય ચૂક્યો છે. ડેમના દરવાજા પાણીની આવકમાં વધારો થતા ગમે ત્યારે ખોલવામાં આવશે તેવું સત્તાવાર જણાવવામાં આવ્યું છે.

ગમે ત્યારે ખોલાશે દરવાજા
ગમે ત્યારે ખોલાશે દરવાજા

ડેમના દરવાજા ખોલાશે: આ અંગે ભાદર એક ડેમ સાઈડથી જણાવવામાં આવ્યું છે કે ભાદર ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. 34 ફૂટની ઊંચાઈ ધરાવતા ભાદર એક ડેમની જળ સપાટીમાં સતત વધારો થતા ડેમ હાલ 80% સુધી ભરાઈ ચૂક્યો છે. હજુ પણ પાણીની આવક યથાવત જોવા મળી રહી છે. તેમની જળ સપાટીમાં વધારો થતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે તેવી પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ડેમ 80 ટકા ભરાયો: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનાં લિલાખા ગામ પાસે આવેલ ભાદર-1 ડેમ નિર્ધારિત સપાટીએ 80 ટકા ભરાઈ ગયો છે. ભારે વરસાદની આગાહીના પગલે ભાદર ડેમની હેઠવાસમાં આવતા ગોંડલ તાલુકાના લિલાખા, મસીતાળા, ભંડારીયા, ખંભાલીડા, નવાગામ, જેતપુર તાલુકાના મોણપર, ખીરસરા, દેરડી, જેતપુર, નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાડી, લુણાગરા, લુણાગરી, વાડાસડા, જામકંડોરણા તાલુકાનાં તરવડા, ઈશ્વરીયા ધોરાજી તાલુકાના વેગડી, ભુખી, ઉમરકોટ સહિતના ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહિ કરવા તથા સાવચેત રહેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મામલતદારની યાદીમાં જણાવાયું છે.

  1. રાજકોટનો જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો, જૂનાગઢ જતી 40 એસટી બસો બંધ
  2. Ahmedabad Rain: એક કલાકમાં આભ નીચોવાયું, નેશનલ હાઈવે પર ચક્કાજામ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.