- આબાદીની જીવાદોરી એટલે ભાદર ડેમ-1
- સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા આ ભાદર ડેમ-1માં પણ જળસંકટ
- જળસંકટની સંભાવનાઓ વધતી રહી છે
રાજકોટ: જિલ્લાની મોટી આબાદીની જીવાદોરી એટલે ભાદર ડેમ-1 સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા આ ભાદર ડેમ-1માં પણ જળસંકટ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. કેમકે રાજ્યમાં વરસાદ ખેંચાતા આ જળસંકટની સંભાવનાઓ વધતી જાય છે.
આ પણ વાંચો: વરસાદ ખેંચાતા કચ્છના ખેડૂતો બન્યા પાયમાલ, સરકાર ખેડૂતોની વ્હારે આવે એવી આશા
સિંચાઈ વિભાગ જેતપુર દ્વારા જણાવ્યા મુજબ ભાદર ડેમ-1માં 1429 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એક બાજુ જ્યારે મેઘરાજા રિસાયા હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે જગતના તાત અન્નદાતા ખેડૂત પણ ચિંતામાં મૂકાયા છે. હાલ જેતપુર સિંચાઈ વિભાગ હેઠળ આવતા ખાતેદારો દ્વારા સિંચાઈ માટેના પાણની માંગ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: મહીસાગરમાં વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા
રાજકોટ સહિત જેતપુર અને ધોરાજીના ગામડાઓની જીવાદોરી છે. આ ભાદર-1 ડેમ દરરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન 10 MGD એટલે કે મિલિયન ગેલન પર ડે, રાજકોટ રૂડા 1 MGD અને જેતપુર શહેર 3.40 MGD. આ ઉપરાંત ખોડલધામ જૂથ યોજના અને અમરનગર જૂથ યોજના અંતર્ગત 0.93 MGD પાણી ભાદર-1 ડેમમાંથી દરરોજ ઉપાડે છે.