હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ છે અને પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવાલયોમાં ભકતોનું ઘોડાપુર ઉમટે છે. મોરબીના પ્રાચીન કુબેરનાથ મંદિરે ભક્તોની ભારે ભીડ જામે છે. કુબેરનાથ મહાદેવનું મંદિર પ્રાચીન મંદિર છે જેનો ઇતીહાસ ૪૦૦ વર્ષ કરતાં પણ જૂનો હોવાનું મનાય છે. જે ભક્તો અહીં કુબેરનાથ મહાદેવના ભક્તિરસથી જોડાયેલા છે તેમના પર મહાદેવની કૃપા સતત વરસે છે અને સર્વ ઇચ્છાઓ પૂર્ણ થાય છે.
અતિ પ્રાચિન એવા રાજકોટના જાગનાથ મંદીરમાં શ્રાવણ પર્વ પર ભક્તો ભોળાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. શિવ આરાધના અને આરતિ કરી, શ્રદ્ધાળુઓેએ પૂણ્યનું ભાથુ બાંધ્યું હતુ. અને શિવજીના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરવાનું વરદાન માંગ્યું હતું, ત્યારે ઉત્તર ભારતમાં શ્રાવણ પર્વ ઘણા સમયથી ચાલે છે ત્યારે હરીયાણાનું છોટા કાશી ગણાતા ભીવાનીમાં શિવભક્તો ભોળાનાથને રીઝવવામાં મશગુલ છે. શિવજીને અતિ પ્રીય એવા નાગ દેવતાને દુધ પીવડાવીને મહીલાઓ મનોકામના પૂર્ણ કરવાની માનતા રાખે છે. બિહારના પટનામાં પણ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. શ્રદ્ધાળુઓ ગંગાજળ, બીલીપત્ર, દુધ અને ધતુરાથી ભગવાન શીવને અભિષેક કરી મનોકામના પૂર્ણ કરવા રીઝવે છે. ત્યારે ગૌરીશંકર મંદીરમાં પણ હર હર મહાદેવની ગુંજ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું છે.
ઉત્તરભારતમાં કાંવડીયાઓ ભોળેનાથને રીઝવવા માટે જલ ભરીને યાત્રા કરી શિવલીંગ પર અભીષેક કરે છે. ત્યારે છત્તીસગઢના ભૂતેશ્વરનાથ મંદીરમાં પણ કાંવડીયાઓનો મેળો જામ્યો છે. મહત્વની વાત એ છે કે આ મંદીર વિશ્વનું સૌથી વિશાળતમ પ્રાકૃતિક શિવલીંગ ધરાવતું મંદીર છે. મધ્યપ્રદેશના મંદસૌરમાં પશુપતિનાથ મંદિરમાં પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી છે. રાજસ્થાન અને ગુજરાતથી હજારો શ્રદ્ધાળુ કાવડ યાત્રીઓ ભગવાન ભોળાનાથને જળ ચઢાવવા આ મંદીર પહોંચે છે. વરસાદી માહૌલ વચ્ચે પણ ભક્તોની લાંબી કતારો દર્શન માટે પ્રતિક્ષા કરે છે. કહેવાય છે કે શ્રાવણ માસમાં શિવજીને જળ અને દુધથી અભિષેક કરવાથી હજારગણું વધારે પૂણ્ય મળે છે.