રાજકોટ : પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની 223મી જન્મ જયંતિને (Virpur jalaram bapa) લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રનું એક એવું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર છે કે જ્યાં સંત શિરોમણી પૂજય જલારામ બાપાની 223મી જન્મ જયંતિ કારતક સુદ સાતમને સોમવારે 31 ઓક્ટોબરના રોજ છે. ત્યારે આ ઉજવણી અને ઉત્સવને લઈને ભક્તો સેવકોમાં દિવાળી બાદ ફરી એકવાર દિવાળી જેવો માહોલ બનાવવા માટે તેૈયારીઓ શરૂ કરી દીધી છે. (Virpur jalaram bapa)
વીરપુર વાસીઓમાં અનેરો થનગાટ કોરોના મહામારીને લઈને જલારામ બાપાની જન્મ જયંતિની સાદાઈથી (jalaram bapa temple) ઉજવાય હતી, પરંતુ હાલ કોરોના મહામારી નહિવત હોવાથી અને પરિસ્થિતિ સારી હોવાથી આ વર્ષ યાત્રાધામ વીરપુરમાં અત્યારથી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જેમાં જલારામ બાપાની 223મી જન્મ જયંતિ ઉજવવા વીરપુર વાસીઓમાં અનેરો થનગાટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ઉજવણીના ભાગરૂપે વીરપુરની બજારોમાં દિવાળી બાદ ફરી દિવાળીથી પણ વિશેષ માહોલ હોય તેવો નજારો જોવા મળ્યો હતો.(virpur jalaram bapa mandir)
વીરપુરમાં ભવ્ય શોભાયાત્રા વીરપુરની બજારો રંગબેરંગી લાઈટીંગ ડેકોરેશનથી જોવા મળી રહી છે. તો વીરપુર વાસીઓએ પોતાના ઘર, હોટેલો, દુકાનોને અવનવા લાઇટ્સથી ડેકોરેટ કર્યા છે. તેમજ આગામી સોમવારે બાપાની જન્મ જયંતિને ભાવિકો વ્યવસ્થિત જલારામ બાપાના દર્શન કરી શકે માટે 250 વધુ સ્વયંમ સેવકો સેવા આપશે. તેમજ જલારામ બાપાની સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા પણ યોજાશે. આ ઉપરાંત વીરપુરમાં લોકો ઘરે-ઘરે રંગોળી, ચોકમાં અવનવા ફ્લોટ તૈયાર કરવા લાગી ગ્યા છે. (jalaram bapa janma jayanti celebration)