ETV Bharat / state

Valentine Day 2023: વેલેન્ટાઇન ડે નહિ પણ વ્હાલની ઉજવણી, વાલીની કરવામાં આવી વંદના

રાજકોટમાં વેલેન્ટાઇન ડે અનોખી ઉજવણી કરવામાં આવી. રાજકોટની વિરાણી સ્કૂલમાં માતાપિતાની વિશેષ પૂજા કરાઈ છે. વિરાણી સ્કૂલ દ્વારા આજે માતૃપિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

author img

By

Published : Feb 14, 2023, 12:41 PM IST

Updated : Feb 14, 2023, 12:55 PM IST

Valentine Day 2023: વેલેન્ટાઇન ડે નહિ પણ વ્હાલની ઉજવણી, વાલીની વંદના કરવામાં આવી

રાજકોટઃ આજે 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે. દુનિયામાં આ દિવસને પ્રેમીઓના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જ્યાં એક પ્રેમીઓ, નવ દંપતીઓ, કપલ્સ પોતાના લાઇફ પાર્ટનરને વિશેષ ગિફ્ટ આપીને આ દિવસની ઉજવણી કરતા હોય છે.

માતાપિતાની કરવામાં આવી પૂજા: જ્યારે ભારતમાં પણ વેલેન્ટાઈન ડેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. રાજકોટની વિરાણી સ્કૂલમાં વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. માતાપિતાની વિશેષ પૂજા કરાઈ છે. વિરાણી સ્કૂલ દ્વારા આજે માતૃપિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ સમગ્ર દેશમાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરે છે. એવામાં દેશમાં વૃદ્ધાશ્રમની સંખ્યા વધી છે. તેમજ માતાપિતા અને સંતાનો વચ્ચે આત્મીયતા પણ ઘટી રહી છે.

વેલેન્ટાઇન ડે નહિ પણ વ્હાલની ઉજવણી
વેલેન્ટાઇન ડે નહિ પણ વ્હાલની ઉજવણી

આ પણ વાંચો Valentine Day 2023 : તુ મેરી જીંદગી હે, જીવનસાથીને બચાવવા કિડની ભેટના 210 પ્રેરણાત્મક કિસ્સાઓ

માતાપિતાના આશીર્વાદ: વિરાણી સ્કૂલ દ્વારા માતાપિતા અને ગૃરુનું સન્માન વધે, તેમજ ભાવિ પેઢીના બાળકોમાં ઓન માતાપિતા પ્રત્યે આદરની ભાવના કેળવાય અને સંસ્કારોનું સિંચન થાય તે માટે આ અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. માતાપિતાના આશીર્વાદ લઈને ધોરણ 10ના નવા ક્લાસની શરૂઆત કરાઈ હતી. આ અંગે વિરાણી સ્કૂલના ધોરણ 9માં અભ્યાસ કરતા જાદવ જયદવે જણાવ્યું હતું કે આજના દિવસને સમગ્ર વિશ્વમાં લોકો વેલેન્ટાઈન ડે તરીકે ઉજવે છે. ત્યારે અમારી સ્કૂલ દ્વારા આજના દિવસને માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવામાં આવે છે. એવામાં આજે માતૃપિતૃ પૂજન કરી માતાપિતાના આશીર્વાદ લઈને ધોરણ 10ના ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ.

વાલીની વંદના કરવામાં આવી
વાલીની વંદના કરવામાં આવી

આ પણ વાંચો Valentine Day 2023 : 15 ફૂટ સુધીના રંગબેરંગી ગુલાબવાળા ગુલદસ્તાઓ પ્રેમીઓ કરાવે છે તૈયાર

બાળકોને પ્રેરણા: જેને લઈને અમને ખૂબ જ આંનદ થઈ રહ્યો છે. જયારે હવે માતાપિતાના આશીર્વાદ મળ્યા છે જેના કારણે અમારું 10મુ ધોરણ સારું જશે અને સારા માર્ક્સ આવશે. આવા કાર્યક્રમથી બાળકોને પ્રેરણા મળે છે. માતા પિતાના આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીની માતા એવા જુલીબેન લીંબાસિયાએ જણાવ્યું હતું કે આજના દિવસની વિરાણી સ્કૂલમાં ખૂબ જ સરસ ઉજવણી કરવામાં આવી છે. જેમાં માતાપિતાના પૂજનનો કાર્યક્રમ યોજાયો છે. આ પ્રકારના કાર્યક્રમના કારણે બાળકોને પ્રેરણા મળે છે. તેમજ માતાપિતા શુ છે તે અંગેની તેમને માહિતી મળશે છે.

રાજકોટની વિરાણી સ્કૂલમાં વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી

સ્નેહ બંધાય છે: જ્યારે અમે આ શાળામાં અમારા બાળકોને ભણાવીને ખુબજ આંનદ થાય છે. માતાપિતા અને બાળકો વચ્ચે સ્નેહ બંધાય છે. વિરાણી સ્કૂલના HOD આચાર્ય એવા હરેન્દ્રસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે વિરાણી સ્કૂલ છેલ્લા 12 વર્ષથી માતાપિતા અને બાળકો વચ્ચે સ્નેહનો સેતુ બંધાય તે હેતુથી વેલેન્ટાઈન ડેના દિવસે માતૃપિતૃ પૂજન અને ગૃરુનું પૂજનનો કાર્યક્રમ દર વર્ષે યોજવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓના માતાપિતાને શાળાએ આમંત્રણ આપવામાં આવે છે.જ્યારે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે.

માતા પિતાની પૂજા કરાઈ

Last Updated : Feb 14, 2023, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.