- બન્ને અપક્ષના સદસ્યો ભાજપ-કોંગ્રેસમાં ભળી જતાં ફરી બન્ને પક્ષ પાસે સમાન સદસ્યો થયા
- કોંગ્રેસ પક્ષના એક સદસ્ય રહ્યા ગેરહાજર
- તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વિનોદભાઈ ચંદ્રવાડીયાની થઈ પસંદગી
રાજકોટ: જિલ્લાના ઉપલેટામાં ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના એક સદસ્ય ગેરહાજર રહ્યા હતા. પ્રમુખ અને ઉપપ્રમુખ પર ભાજપનો ભગવો લહેરાતો જોવા મળ્યો હતો. જેમાં પ્રમુખ તરીકે વિનોદભાઈ ચંદ્રવાડીયાની પસંદગી થઇ હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભીમાભાઇ ચાવડાની પસંદગી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: જેતપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
ભાજપના કાર્યકરો-નેતાઓમાં છવાયો હર્ષોલ્લાસ
ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદે ભાજપ પક્ષના સદસ્યની પસંદગી થતાં ભાજપના નેતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓ અને સદસ્ય સહિતનાઓએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને હાર પહેરાવી અને શુભકામનાઓની વર્ષા કરી હતી.
આ પણ વાંચો: જૂનાગઢ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી