ETV Bharat / state

Upleta Crime: જૂની અદાવતમાં જંગ, આઠ રાઉન્ડ ફાયર 4ને ગંભીર ઈજા - Rajkot firing

રાજકોટના ઉપલેટામાં બે જુથ વચ્ચે જૂની અદાવતના ખારની શંકાએ જાહેર ચોકમાં રાત્રિ દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટના બાદ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે ત્યારે આ ઘટનામાં પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ થતાં હુમલાખોરોને જડપવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસમાં આઠ રાઉન્ડ ફાયર થયાનું પણ જાણવા મળ્યું છે.

Upleta Crime: જૂની અદાવતમાં જંગ, આઠ રાઉન્ડ ફાયર 4ને ગંભીર ઈજા

author img

By

Published : Apr 16, 2023, 7:23 AM IST

Updated : Apr 16, 2023, 9:28 AM IST

Upleta Crime: જૂની અદાવતમાં જંગ, આઠ રાઉન્ડ ફાયર 4ને ગંભીર ઈજા

રાજકોટ: ઉપલેટા શહેરના પંચહાટડી ચોકમાં રાત્રિ દરમિયાન જૂની અદાવતના મામલે શંકાએ ફાયરિંગ કરી બબાલ કરી હોવાનું સામે આવ્યું હતું. રાત્રિ દરમિયાન બબાલ કરીને ફાયરિંગ કરવાની આ ઘટનામાં પાંચ જેટલા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે પણ ફરિયાદ નોંધી બનાવ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં એક નિર્દોષ અને જેને આ ઘટના સાથે કે આ વ્યક્તિઓ સાથે કોઈ લેવાદેવા નથી તેમણે પણ ગોળી લગતા તેમના પરિવારમાં પણ ચિંતા અને ભયનો માહોલ ફેલાયો છે. જોકે, સતત આઠ રાઉન્ડ ફાયર થતા વિસ્તારમાં સ્મશાન જેવી શાંતિ જોવા મળી હતી. યુદ્ધના ધોરણે પોલીસે ટીમ ઊતારીને સ્થિતિ કાબુમાં કરી છે

આ પણ વાંચોઃ Ujjain Husband Attack On Wife : પુત્રના મોહમાં પતિ બન્યો જુલમી, પત્ની પર કર્યો છરી વડે હુમલો

શું ફરિયાદ થઈઃ આ અંગે ઇજાગ્રસ્ત વ્યક્તિ અને ફરિયાદી જાવિદ ઉર્ફે જાવલો આમદ આમદ સંધવાણી (મિયાણા) દ્વારા કરવામાં આવેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, રાત્રિના અંદાજિત બે વાગ્યા આસપાસ તેઓ તેમના મિત્રની ગાડી લઈને ઉપલેટા શહેરના પંચહાટડી ચોકમાં આવેલ તાજ હોટલ ખાતે રાત્રિના ચા પીવા માટે ગયા હતા. ફરિયાદી તેમજ તેમના મિત્રો ચા પીતા હતા ત્યારે એક સિલ્વર કલરની એમ.જી. ગાડી આવેલ અને ગાડીમાંથી ઉતરેલા ઉપલેટાના દિલાવર ઓસમાણ હિંગોરાએ પોતાની પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. તેમનો ભત્રીજો સોયબ ઉર્ફે સોહીલ સલીમ ઇંગોરાએ પોતાની પિસ્તોલમાંથી તેમના ઉપર નિશાન તાકી જાનથી મારી નાખવા માટે ફાયરિંગ કરેલ હોવાનું જણાવેલ છે.

ઘા મારી દીધાઃ ફાયરિંગ આ ઘટનામાં ફરિયાદી બચવા માટે આમતેમ ભાગવા લાગ્યો હતો. એ સમયે ગાડીમાં આવેલ અકરમ દિલાવર હિંગોરાએ પોતાના હાથમાં લોખંડના પાઇપમાં ફીટ કરેલ લોખંડના ચક્કર વાળુ હથિયાર તથા મોસીન દિલાવર હિંગોરાના હાથમાં લોખંડનો પાઇપ તથા ચીખલીયા ગામનો સલીમ નુર મામલ દલના હાથમાં મોટા હાથાવાળો લોખંડનો પાઈપ લઈ ફરિયાદી તેમજ અન્ય વ્યક્તિઓ પર આડેતર ઘા માર્યા હતા. મારામારીના આ બનાવની અંદર ફરિયાદીએ પણ સામેના વ્યક્તિઓ પર પોતાના બચાવ અર્થે પાસે પડેલ વસ્તુઓ ઘાથી બચવાનો પ્રયત્ન કર્યો હતો. ભૂંડી ગાળો બોલી દિલાવર ઓસમાણે અને તેમની સાથે રહેલા વ્યક્તિઓએ ફરિયાદીને જીવતા રહેવા નથી દેવા. તેવું ફરિયાદીને કહીને ઘા મારવાના ચાલું રાખ્યા હતા.

આ પણ વાંચોઃ Atiq-Ashraf Shot Dead: અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા

ટોળું એકઠું થયુંઃ હાલના સમયમાં રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ઉપલેટાના આ જાહેર ચોકની અંદર લોકોની ખૂબ જ ચહલ-પહલ હોય છે. તેમજ અહીં રાત્રિ દરમિયાન લોકોની સંખ્યા વધુ હોય છે. આ ઘટના બાદ લોકો અહીં એકઠા થઈ ગયા હતા. આ ઘટનાની અંદર ફરિયાદ કરનાર જાવિદ ઉર્ફે જાવલો નામના વ્યક્તિને ડાબા પગના સાથળના ભાગે ગોળી વાગી હતી. જ્યારે હોટલે બેસી ચા પી રહેલા ઈરફાન ઈબ્રાહીમ લંબા ઉર્ફે બાબુને હાથના ભાગે ગોળી વાગી છે. આ ઉપરાંત ઘટનામાં સોહીલ ઉર્ફે સોયબ હિંગોળા કરેલ ફાયરિંગમાં ફરિયાદીના મિત્ર મામદઅલી સમાને પાછળના ભાગે ગોળી લાગેલ, જાહિર ધરારને જમણા ખંભે ડોકની બાજુમાંથી ગોળી લાગેલ, મહેબૂબ ઉર્ફે મેબલાને શરીરના ભાગે મુંઢ માર લાગેલો હોવાનું સામે આવ્યું છે.

પૈસાનો મામલોઃ દિલાવર ઓસમાન હીંગોરાના ભત્રીજા શાહ નવાજ ઉર્ફે સાનુડો સલીમ હિંગોરા પાસેથી અગાઉ હાથ ઉછીના પૈસા લીધેલ હોવાથી અને તે પૈસાની લેતી દેતી બાબતે જૂના મનદુ:ખ ચાલતા હતા. આ બાબતનો ખાર રાખી તેમના પર હુમલો કરાયો હોવાનું જણાવ્યું છે. ઉપલેટામાં જાહેર ચોકની અંદર થયેલા ફાયરિંગના બનાવના ઉપલેટાના દિલાવર ઓસમાણ હિંગોરા, સોહીલ ઉર્ફે સોયબ સલીમ હિંગોરા, મોહસીન દિલાવર ઇંગોરા, અકરમ દિલાવર હિંગોરા, તેમજ ચીખલિયા ગામના સલીમ નુરમામદ દલ નામના પાંચ વ્યક્તિઓ સામે આઇ.પી.સી. કલમ 143, 147, 148, 149, 504, 506(2), 323, 324, 307, 120, 120બી, 34, તથા આર્મ્સ એક્ટ કલમ 25 (1-બી)એ, 27 તથા જી. પી. એક્ટ 135 મુજબનો ગુનો દાખલ કરી તમામને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી ચક્રો ગતિમાન કર્યા છે.

Last Updated : Apr 16, 2023, 9:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.