ETV Bharat / state

Upleta double murder case: ઉપલેટામાં થયેલા ડબલ મર્ડર મામલે પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી - ઉપલેટામાં લવમેરેજમાં ડબલ મર્ડર

રાજકોટના ઉપલેટામાં થયેલ ડબલ મર્ડર મામલે (Upleta double murder case)પોલીસે હાલ બે વ્યક્તિઓની અટકાયત કરી છે. પતિ-પત્નીની જાહેરમાં હત્યા બાદ પોલીસે(Rajkot Upleta Police)હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. જેમા પોલીસે હાલ બે વ્યક્તિઓની અટકાયત કરી છે અને અટકાયત કરેલા બન્ને વ્યક્તિઓની વધુ પુછતાછ કરી સમગ્ર હત્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Upleta double murder case: ઉપલેટામાં થયેલા ડબલ મર્ડર મામલે પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી

author img

By

Published : Apr 21, 2022, 3:28 PM IST

રાજકોટ: જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના યુવક-યુવતી પ્રેમ લગ્ન બાદ પરણિત પતિ-પત્ની ઉપલેટા(Upleta double murder case) કામેથી આવ્યા હતા. ત્યારે તેમની છરી અને લોખંડના પાઈપના ઘા મારીને સરાજાહેર હત્યા કરવામાં આવી હોવાનું સામે(Murder after love marriage in Upleta) આવ્યું હતું. જેમાં પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીનું મોત થયું હતું. હત્યા બાદ મૃતક યુવકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ચક્રો ગતિમાન કરીને હાલ બે વ્યક્તિઓની અટકાયત કરીને વધુ પૂછતાછ અને તપાસ શરૂ કરી છે.

ઉપલેટા ડબલ મર્ડર કેસ

આ પણ વાંચોઃ Double Murder Case Surat: સુરતમાં માતાપુત્રીની હત્યા કેસમાં કોર્ટ 7 માર્ચના આપશે ચુકાદો

ઉપલેટામાં ડબલ મર્ડર કેસ - આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હત્યાની ઘટના ઉપલેટા ખીરસરા ગામના અનિલ મનસુખ મહિડા ઉ.વ. 22 તેમજ અરણી ગામની રીનાબહેન સોમજી સીગરખીયા ઉ.વ.18 નામની મહિલાએ આજથી( Double Murder in Lovemarriage in Upleta)છ માસ પહેલા પ્રેમ લગ્ન કરેલ હતા. જેથી પ્રેમ લગ્ન બાદ અનેકો વાર નાના-મોટા ઝગડાઓ થતાં હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં છ માસ જેવા સમય વિતી ગયા બાદ ઉપલેટા શહેરની સતીમાની ડેરી પાસે બન્ને પરણિત પ્રેમીઓની છરી અને પાઈપ વડે જીવલેણ હુમલો કરવામા આવેલ હતો અને સરાજાહેર બન્ને પરણિતના મોત નિપજાવેલ હતા.

યુવકના પિતાએ પોલીસ ફરિયદ દાખલ કરી - ઉપલેટા શહેરમાં બનેલ આ ઘટના બાદ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બન્નેના મૃતદેહનો કબજો લઈને ઉપલિટાની સરકારી હોસ્પિટલમા પોસ્ટમોટમ માટે માટે ખસેડાયા હતા. હત્યા બાદ મૃતક યુવકના પિતાએ પોલીસ ફરિયદ દાખલ કરી હતી. જેમાં પોલીસ હત્યારાઓને પકડવા માટે ચક્રોગતિમાન કરીને હાલ બે વ્યક્તિઓની અટકાયત કરી છે.

આ પણ વાંચોઃ Patan Murder Case : ભાઈ અને ભત્રીજીને ઝેર પીવડાવી હત્યા કરનાર બહેનને કોર્ટે દોષિત ઠેરવી

બે વ્યક્તિઓની અટકાયત કરી - શહેરની સતીમાની ડેરી પાસે પ્રેમલગ્ન કરનાર પરણિત પતિ-પત્નીની સરાજાહેર હત્યા બાદ પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરી તેમને ઝડપવા માટેની તજવીજ હાથ ધરી હતી. જેમા પોલીસે હાલ બે વ્યક્તિઓની અટકાયત કરી છે અને અટકાયત કરેલા બંને વ્યક્તિઓની વધુ પુછતાછ અને તપાસ કરી સમગ્ર હત્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.