રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં તાજેતરમાં જ ઢેબર રોડ પર નવા બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે આ બસ સ્ટેન્ડ ખાતે જૈન ભોજનાલય શરૂ થયું છે. આ ભોજનાલયની વિશેષતાએ છે કે અહીં માત્ર 10 રૂપિયામાં ભરપેટ ભોજન મળે છે. જ્યારે તે બસ સ્ટેશન ખાતે શરૂ થયું હોવાથી રાજકોટ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આવતા લોકો પણ કે બસ સ્ટેશન ખાતે ઉતરે વચ્ચે તેઓ આ ભોજનાલયમાં અચૂક એક ટાઈમ જવા માટે આવે છે.
" આ ભોજનાલય શરૂ થયું ત્યારે માત્ર 60 જેટલા લોકો અહી જમવા માટે આવતા હતા. જ્યારે હાલમાં અહીં 400 કરતા વધુ લોકો જમવા મટે આવે છે તેમજ 120 કરતા વધુ અહી ટિફિન લોકોના ઘરે પહોંચે છે. આ સાથે જ રાજકોટમાં તમામ જૈન ઉપાસયોમાં અહીંથી જ ભોજન જાય છે. આ પ્રકારનું ભોજનાયલ શરૂ કરવાનો મુખ્ય હેતુ છે કે જે લોકોને સશક્ત નથી તેમજ કે લોકો પૈસા ટકે સુખદ છે પરંતુ તેમને કોઈ બે ટાઇમનું જમાડવાવાળુ નથી. તેમના માટે અમે બે ટાઇમ સમયસર જમવાનું મળી રહે." - મયુર શાહ, ટ્રસ્ટી, જૈન સંકલ્પ ટ્રસ્ટ, રાજકોટ
હાલ માત્ર જૈન સમાજના લોકો માટે: મયુર શાહે વધુમાં જણાવ્યું હતું કે આ ભોજનાલય હાલ માત્ર જૈન સમાજના લોકો માટે જ શરૂ કરવામાં આવ્યું છે. કારણકે હાલ અમારી પાસે અહી ખુૂબ જ ઓછી જગ્યા છે. પરંતુ ભવિષ્યમાં અમે તમામ સમાજના લોકો ભોજનાલય ખાતે જમી શકે તે માટેનું વિચારી રહ્યા છે. આ સાથે જ મયુર શાહે અન્ય સમાજના લોકોને પણ અપીલ કરી હતી કે તેઓ પણ તેમના સમાજમાં જે લોકો એકલવાયું જીવન જીવતા હોય તેમજ જેમને સંતાનો નથી અને અશક્ત છે તેવા લોકો માટે ભોજનાલય બનાવવું જોઈએ, જેથી કોઈ પણ માણસ અહી ભૂખ્યો સુવે નહિ.
" મને અહીં જમવાનું ખૂબ જ ઉત્તમ લાગ્યું છે અને સરસ છે. જ્યારે હાલમાં જૈન સમાજ માટે જે ભોજનાલય રાજકોટમાં શરૂ કરવામાં આવ્યું છે. તેમાં 10 રૂપિયામાં શુધ્ધ અને સાત્વિક ભોજન મળી રહે છે. અમારા પરિવારજન એક વખત અહીં જમવા મટે આવ્યા હતા અને તેમને અમને કહ્યું હતું કે તમે પણ આ ભોજનાલયનો લાભ લો, ત્યારે અમે બોમ્બથી રાજકોટ ખાતે આવ્યા હતા. ત્યારે આજે અહીં જમવા માટે આવ્યા છીએ." - નૈનાબેન શાહ, લાભાર્થી, ભોજનાલય