જેને ધ્યાને લઇ સરકાર સ્કૂલ બેગમાં વધતા જતા ભાર મુદ્દે ચિંતિત હતી. સરકારના ભાર વગરનાં ભણતરનું સ્વપ્ન ધોરાજી ભગવતસિંહજી હાઈસ્કૂલમાં પૂરું થઇ રહ્યું છે. શાળામાં ભાર વગરનું ભણતરની શરૂઆત કરી છે. સ્કૂલમાં વિધાર્થીઓને પાઠ્ય પુસ્તકના બે સેટ આપવામાં આવે છે. જેમાં એક સેટ વિધાર્થીના ઘરે આપવામાં આવે છે અને બીજું સેટ શાળામાં ક્લાસ રૂમમાં રાખવામાં આવે જેથી વિધાર્થીઓ એ સ્કૂલ બેગનું ભાર ઉંચકવું નથી પડતું જેથી સરકારના ભાર વગરના ભણતરનું સ્વપ્ન ધોરાજી ભગવતસીંહજી હાઈસ્કૂલ એ સાબિત કરી બતાવ્યું છે.
અહીં અભ્યાસ કરતા બાળકો પણ અહીં ભાર વગરના ભણતર ને આવકારે છે અને શાળામાં માત્ર રફ બુક લઇ ને જાય છે. અહીંની એક ખૂબી છે કે અહીંના વિધાર્થીઓ દ્વારા જ એક પાઠ્ય પુસ્તકનો સેટ બીજા વિધાર્થીને આપી દેવામાં આવે છે. આ નિર્ણયથી વિધાર્થીઓ પણ ખુશ છે. અન્ય શાળા માટે પ્રેરણા રૂપ બનેલ ભગવતસિંહજી હાઈસ્કૂલના ભારવગરના ભણતરનું જે અભિગમ છે. તે અન્ય શાળા અપનાવે તો વિધાર્થીઓ સંપૂર્ણ પણે ભાર વગરનું ભણતર પ્રાપ્ત કરી શકે તેમ છે.