ETV Bharat / state

રાજકોટ કોવિડ કેર સેન્ટરના સ્ટાફ દ્વારા સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા માટે અનોખા પ્રયાસ - રાજકોટ કોવિડ કેર સેન્ટર

રાજકોટ સમરસ હોસ્ટેલમાં સાજા થયેલા દર્દીઓ અને કોવિડ કેર સેન્ટરના સ્ટાફે PPE કિટ સાથે ગરબે ઝુમી દર્દીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે સાજા થયેલા દર્દીઓમાં અનેરી ખુશી જોવા મળી હતી. રાજકોટ કોવિડ કેર સેન્ટર( Rajkot Covid Care Center )માં કાઉન્સિલર ઘરના સભ્ય જેવું વર્તન કરી દર્દીને રોગ ભૂલાવી પ્રેમ અને હૂંફભર્યુ વર્તન કરતા વીડિયો હાલ સામે આવી રહ્યા છે. દર્દીઓ માનસિક તણાવથી દૂર રહે તેવા પ્રયત્નો હાલ કાઉન્સિલિંગ ટીમ કરી રહી છે.

Rajkot Covid Care Center
Rajkot Covid Care Center
author img

By

Published : May 4, 2021, 3:50 PM IST

  • રાજકોટ કોવિડ કેર સેન્ટરના સ્ટાફે PPE કિટ પહેરીને દર્દીઓને મનોરંજન પૂરું પાડ્યું
  • દર્દીઓ રોગને ભૂલી જાય તે માટે કરવામાં આવી રહ્યા છે અનોખો પ્રયાસો
  • માનસિક સ્વસ્થ્ય અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા માટે ડૉક્ટર્સ અને દર્દી ગરબે ઘુમ્યા

રાજકોટ : સમગ્ર દેશમાં જે રીતે કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. તેનાથી લોકોમાં પણ એક ડરનો માહોલ જોવા મળ્યો છે, ત્યારે રાજકોટ સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર( Rajkot Covid Care Center ) શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનાના દર્દીને દાખલ કરવામાં આવતા હતા. રાજકોટ કોરોના દર્દીઓમાં સકારાત્મકતા રહે તે માટે રાજકોટ કોવિડ કેર સેન્ટર દ્વારા અનોખા પ્રયોગો કરી સકારાત્મક રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોવિડ કેર સેન્ટરમાં છેલ્લા 20 દિવસમાં 100 દર્દી સાજા થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

માનસિક સ્વસ્થ્ય અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા માટે ડૉક્ટર્સ અને દર્દી ગરબે ઘુમ્યા

આ પણ વાંચો - રાજકોટ સમરસ હોસ્ટેલમાં દર્દીઓ માનસિક તાણ ન અનુભવે તે માટે કાઉન્સિલર ટીમની અનોખી સેવા

વિવિધ ગીતો પર સ્ટાફ સાથે દર્દીઓ ઝૂમી ઉઠ્યા

રાજકોટની સમરસ હોસ્ટેલમાં હાલ કોવિડ સેન્ટર ચાલી રહ્યું છે. અહીં દર્દીઓને ઓક્સિજન સહિતની તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે, પરંતુ આ સાથે મોટી ઉંમરના દર્દીઓ રોગને ભૂલી અને ગીત-સંગીતમાં વ્યસ્ત રહે, તે માટે કાઉન્સિલિંગ ટીમ અનોખી સેવા કરી રહી છે. જેમાં વિવિધ ગુજરાતી ગીતો પર સ્ટાફ સાથે દર્દી ઝૂમી ઉઠ્યા હતા. રાજકોટ કોવિડ કેર સેન્ટર( Rajkot Covid Care Center )માં કાઉન્સિલર દ્વારા દર્દીઓને તેમનું દુઃખ ભૂલાવીને ઘર જેવું વાતાવરણ ઉભું કરવામાં આવે છે.

Rajkot Covid Care Center
રાજકોટ કોવિડ કેર સેન્ટરના સ્ટાફે PPE કિટ પહેરીને દર્દીઓને મનોરંજન પૂરું પાડ્યું

આ પણ વાંચો - પરિવાર હો સાથ તો હર મુશ્કિલ હો પાર - 22 સભ્યોના પરિવારે આપી કોરોનાને માત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.