રાજકોટ : આવતીકાલે વર્ષનો છેલ્લો દિવસ એટકે કે 31 ડિસેમ્બર છે. ત્યારે 31 ડિસેમ્બરની વિશ્વભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. જેને લઈને રાજકોટની વિરાણી હાઇસ્કૂલ દ્વારા 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી કરવામાં આવી છે. જેમાં આ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બિનજરૂરી નકામા ઘરે પડેલા વસ્ત્રોને એકઠા કરવામાં આવ્યા છે અને આ વસ્ત્રોને જરૂરિયાત મંદ લોકોને આપવામાં આવશે. જ્યારે છેલ્લા 11 વર્ષથી વિરાણી હાઇસ્કૂલ દ્વારા 31 ડીસેમ્બરની અલગ રીતે ઉજવણી કરવામાં આવે છેમ ત્યારે આ વર્ષે 20,000 જેટલા એકઠા થયેલા વસ્ત્રોનું દાન કરવામાં આવશે.
20 હજાર વસ્ત્રોનું દાન કરવામાં આવશે : જ્યારે વિરાણી હાઈસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા રાઠોડ ધ્રુવે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતના ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં ગરીબ લોકોને જરૂરી કપડાં પણ પહેરવા મળતા નથી. એવામાં વિરાણી હાઇસ્કૂલ પરિવાર આ જરૂરિયાતમંદ લોકોને મદદ મળી રહે તે માટે ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીઓએ બિનજરૂરી નકામા ઘરે પડી રહેલા ગરમ વસ્ત્રો એકઠા કર્યા છે. જે રાજકોટના લોહાનગર, મોરબી રોડ, કોઠારીયા સહિતના વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને દાન કરવામાં આવશે. જ્યારે 31 ડિસેમ્બરની લોકો મોજ શોખ કરીને ઉજવણી કરતા હોય છે. એવામાં વિરાણી હાઈસ્કૂલના દ્વારા ગરીબોને વસ્ત્રોનું દાન કરવામાં આવશે અને 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી કરવામાં આવી છે.
છેલ્લા 11 વર્ષીથી થાય છે સેવાકીય પ્રવૃત્તિ : આ કાર્યક્રમ અંગે વિરાણી હાઇસ્કૂલના પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ ડોડીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિરાણી હાઇસ્કૂલ દ્વારા છેલ્લા 11 વર્ષથી 31 ડિસેમ્બરની ઉજવણી સેવા કાર્યના હેતુસર ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા વસ્ત્રો દાન કરવામાં આવ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અને અને શહેરમાં ઝૂંપડપટ્ટીમાં વિસ્તારોમાં લોકો કડકડતી ઠંડીમાં હેરાન થતા હોય છે. જ્યારે વર્તમાન સમયમાં ઘણા બધા યુવાનો 31stની લાખો રૂપિયા ખર્ચને ઉજવણી કરતા હોય છે. એવામાં વિરાણી હાઇસ્કૂલ દ્વારા પોતાના ઘરેથી અને આસપાસના વિસ્તારોમાંથી ગરમ કપડા લાવીને શાળામાં એકઠા કરવામાં આવે છે. જ્યારે આ વર્ષે અંદાજિત 20,000 કરતાં વધુ કપડા એકઠા થયા છે. જેને રાજકોટની બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને સોંપવામાં આવશે જેના થકી જરૂરિયાતમંદ લોકોને લાભ મળશે.
31st december: 31 ડિસેમ્બરની ઉજવણી પહેલાં સુરત પોલીસ કમિશનરનો સ્પષ્ટ સંદેશ, પાસાનું શસ્ત્ર ઉગામ્યું
Rajkot Crime News: 31 ડિસેમ્બર પહેલા રાજકોટ એલસીબીનો સપાટો, 299 પેટી દારુ ઝડપ્યો