રાજકોટઃ દેશમાં કોરોના વાયરસના વધતા જતા પ્રકોપ સામે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં કોરોના પ્રત્યે લોકો વધુમાં વધુ જાગૃત થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. જેથી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ નિર્ણય મુજબ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે માટે એક બાઈક પર બે લોકો સવારી કરી શકશે નહી. રાજકોટમાં હાલની પરિસ્થિતિને જોતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે બાઈક અથવા સ્કૂટર પર બે વ્યક્તિઓ પર બેસવાનો પ્રતિબંધ લગાવ્યો છે. એટલે કે માત્ર એક જ વ્યક્તિ ટુ વિ્હલ પર બેસીને પોતાનું જે પણ કામ હોય તે પૂર્ણ કરી શકે અને પરત ફરી શકશે.
લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.