ETV Bharat / state

Gujarat Rain Update: રાજકોટમાં ભારે વરસાદથી હોસ્પિટલમાં ભરાયા પાણી, બે મકાનો પણ ધરાશાયી - rain forecast today

રાજકોટમાં હલમાં છેલલ્લા 2 દિવસથી સારો એવો વરસાદ નોંધાયો છે, ત્યારે ગઈકાલે બપોરથી શરૂ થયેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં ગોઢણ સુધીના પાણી ભરાયા હતા. જેને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા હતા. રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં 3થી 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી બે મકાનો પણ ધરાશય થયા હતા.

Gujarat Rain Update: રાજકોટમાં ભારે વરસાદથી હોસ્પિટલમાં ભરાયા પાણી, બે મકાનો પણ ધરાશય

author img

By

Published : Jul 26, 2021, 1:05 PM IST

Updated : Jul 26, 2021, 1:33 PM IST

  • રાજકોટમાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ
  • વરસાદના કારણે સિંચાઇ ડેમોમાં 1થી 2 ફૂટ નવા નીરની આવક
  • વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

રાજકોટ: જિલ્લામાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ નોંધાયો છે, ત્યારે વરસાદના કારણે રાજકોટ સહિત જિલ્લાઓના સિંચાઇ ડેમોમાં 1થી 2 ફૂટ નવા નિરની આવક નોંધાઈ છે. જ્યારે રાજકોટમાં ગઈકાલે બપોરથી શરૂ થયેલા વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં ઘૂટણ સુધીના પાણી ભરાયા હતા. જેને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા હતા. જ્યારે ગઈકાલે રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં 3થી 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આજે પણ રાજકોટના વિવિધ વિસ્તારમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદી ઝપટા જોવા મળી રહ્યા છે.

Gujarat Rain Update: રાજકોટમાં ભારે વરસાદથી હોસ્પિટલમાં ભરાયા પાણી, બે મકાનો પણ ધરાશય
Gujarat Rain Update: રાજકોટમાં ભારે વરસાદથી હોસ્પિટલમાં ભરાયા પાણી, બે મકાનો પણGujarat Rain Update: રાજકોટમાં ભારે વરસાદથી હોસ્પિટલમાં ભરાયા પાણી, બે મકાનો પણ ધરાશય ધરાશય

આ પણ વાંચો: Gujarat Rain Update: રાજકોટ સહિત જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર, ખેડૂતો રાજી

OPD વિભાગમાં ભરાયું વરસાદી પાણી

રાજકોટમાં ગઈકાલે બપોર બાદ અવિતરતપણે વરસાદ વરસતો હતો. જેને લઈને શહેરના અલગ-અલગ વિસ્તારમાં 3થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટમાં 4 ઈંચ જેટલો વરસાદ પડતાં સિવિલ હોસ્પિટલમાં આવેલા OPD બિલ્ડીંગમાં આવેલા બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ વરસાદી પાણી ભરાતા સિવિલ તંત્ર દ્વારા અહીં પસાર થવાનું રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે વરસાદી પાણી ભરવાના કારણે અહીં રોગચાળો પણ ફેલાવાની ભીતિ સર્જાઈ છે.

બે કાચા મકાન પણ થયા ધરાસાઈ

રાજકોટમાં છેલ્લા બે દિવસથી સત્તત આવી રહેલા વરસાદના કારણે બે કાચા મકાન પડી જવાની ઘટના બની હતી. જેમાં શહેરના મોચી બજાર વિસ્તારમાં આવેલા બે મકાનો પડી ગયા હતા. આ મકાન પડવાની ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. જ્યારે વિસ્તારમાં હાલ ઓવરબ્રિજ બનવાનું પણ કામ ચાલી રહ્યું છે, ત્યારે ભારે વરસાદ આવતા આ મકાનની દીવાલ પડી ગઈ હતી. તેમજ મકાનમાં રહેલા ઘરવખરી પણ દીવાલ નીચે દબાઈ ગઈ હતી. હવામાન વિભાગની અગાહીને પગલે રાજકોટમાં સત્તત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.

આ પણ વાંચો: રાજકોટ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો, ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઇને રાજકોટ ગ્રામ્ય સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેને લઈને રાજકોટ મનપા તંત્ર પણ ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ થયું છે.

Last Updated : Jul 26, 2021, 1:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.