રાજકોટઃ ગોંડલ પોલીસ લોકડાઉન 3.0નું કડક પાલન કરવા તનતોડ મહેનત કરી રહી છે. તો બીજી તરફ જાહેરનામાનો ભંગ કરનારાઓનો શહેરમાં રાફડો ફાટયો છે. પોલીસ એક કેસ નોંધે ત્યાં તેર જાહેરનામા ભંગ થઈ રહ્યાં હોવાની ઘટનાઓ બહાર આવી રહી છે.
ગોંડલ આશાપુરા ચોકડીએ સીટી પીએસઆઇ બી.એલ.ઝાલા, કોન્સ્ટેબલ ગોપાલભાઈ તેમજ વાલજીભાઈ સહિતનાઓ પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. તે દરમિયાન માસ્ક પહેર્યા વગર દૂધના લગવા ભરવા જઇ રહેલા કમલેશ રાધાભાઈ રાતડીયાને રોકી તપાસ કરતા દૂધ ભરવાના કેનની અંદર કટીંગ કરેલી સોપારી અને ચૂનાના પાર્સલ મળી આવતા કુલ રૂપિયા 32 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.