ETV Bharat / state

Rajkot News: રાજકોટમાં આપઘાત પહેલા વીડિયો વાયરલ કરનાર કરનાર યુવાનને ફાયરબ્રિગેડ આજીડેમમાં શોધતી રહી, મળ્યો હોસ્પિટલમાં - The fire brigade continued to search Ajidem and the brother was admitted to hospital

રાજકોટના એક યુવાને તીનપત્તીમાં હારી ગયો હોવાનું જણાવીને આજીડેમમાં આપઘાત કરું છું તેવો વીડિયો વાયરલ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને શોધવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આ દરમિયાન આજે અચાનક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.

ફાયરબ્રિગેડ આજીડેમમાં શોધતી રહી અને ભાઈ હોસ્પિટલમાં દાખલ થયો

author img

By

Published : Jul 1, 2023, 8:21 PM IST

રાજકોટ: ગઈકાલે આજીડેમ ખાતે એક યુવાન સોશિયલ મીડિયામાં આપઘાત કરવા જાવું તેવો વીડિયો વાયરલ કરીને અચાનક ગુમ થઈ ગયો હતો. જ્યારે યુવાનના પરિવારજનોને જાણ થતાં તેનાં પરિવારજનો અને ફાયર વિભાગ અને પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ ફાયરવિભાગની ટીમ દ્વારા આ યુવાનની આજીડેમ શોધખોળ કરી હતી.

યુવાન અચાનક પ્રગટ થયો: આજે સવારના સમયે આ યુવાન રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં શરદી અને ઉધરસ અને તાવ હોવાનું કહીને દાખલ થયો હતો. જો કે યુવાનને ડેમમાં ફાયર વિભાગની ટીમ શોધી રહી હતી અને તે હોસ્પિટલમાં દાખલ થતાં આ મામલે અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી.

આપઘાત કરું છું તેવો વીડિયો વાયરલ કર્યો: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના બોલબાલા માર્ગ પર કામ કલાની ટાઉનશિપમાં રહેતો શુભમ બગથરિયા નામનો યુવાન પોતાના ઘરેથી બે દિવસ પહેલા ગુમ થયો હતો. ત્યારબાદ શહેરના આજીડેમ ખાતે ગઈકાલે સાંજે મોબાઇલમાં વીડિયો બનાવીને પોતે તીનપત્તી ગેમમાં પૈસા હરી ગયો છું અને આપઘાત કરી રહ્યો છું તેમ જણાવીને અચાનક આજીડેમ ખાતેથી ગુમ થઈ ગયો હતો. જો કે યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર મામલે આજીડેમ પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આજીડેમ ખાતે ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ હાથધરી હતી. પરંતુ આ યુવાનને ફાયર વિભાગ શોધતું હતું ત્યારે બીજા દિવસે સવારે યુવાન અચાનક સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.

યુવાને મીડિયા સમક્ષ કંઈ કહેવાનો ઇન્કાર કર્યો: સોશિયલ મીડિયામાં આપઘાત કરું છું તેવો વિડિયો વાઇરલ કર્યા બાદ યુવાન અચાનક ગાયબ થઈ જતાં તેના પરિવારજનો પણ ખુબ જ ચિંતામાં મુકાયા હતા. જ્યારે આ યુવાન પોતાના માતાપિતાનું એક જ સંતાન હતો. ત્યારે આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ પોલીસ તંત્ર અને ફાયર તંત્ર દ્વારા યુવાનને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે. એવામાં તે અચાનક હોસ્પિટલમાં દાખલ થયો હતો. જેને લઇને આ યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું તેમજ તે વિડિયો બનાવ્યા બાદ ક્યાં હતો તે મામલે તેને મીડિયા સમક્ષ કંઈ કહેવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. જો કે હવે આજીડેમ પોલીસ આ સમગ્ર ઘટના મામલે યુવાનનું નિવેદન લેવાની કાર્યવાહી કરશે.

  1. Surat Crime : સુરતમાં મહિલાનો આપઘાત, પતિનો કેવો હતો ત્રાસ તેની આપવીતી વિડીયોમાં કહી
  2. Vadodara Crime News: વડોદરાની અલંકાર હોટલમાં અમદાવાદી યુવકનો આપઘાત, સુસાઇડ નોટમાં ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ

For All Latest Updates

TAGGED:

Rajkot News
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.