ETV Bharat / state

યોગ ભગાવે રોગ: યોગાસન થકી રાજકોટના 4 દર્દીઓ બન્યા કોરોના મુકત - Runner Suresh Vishwakarma defeated Corona

ભારતીય સંસ્કૃતિ એ સમગ્ર વિશ્વને જીવનના સર્વાંગી વિકાસનું અમૂલ્ય જ્ઞાન "યોગ" સ્વરૂપે આપ્યું છે. જેના થકી કોઈ પણ વ્યક્તિ પોતાના શરીરને સ્વસ્થ અને મનને શાંત કરીને પોતાની આંતર ચેતનાને વિકાસના નવા આયામ આપી શકે છે. ત્યારે હાલ રાજકોટની સમરસ હોસ્ટેલ ખાતે વિવિધ યોગાસનો થકી 4 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જે પૈકી 38 વર્ષીય દોડવીર સુરેશ વિશ્વકર્માએ તેમની સાથે દાખલ દર્દીઓને યોગાસન કરવા પ્રેરિત કરીને કોરોના મુક્ત બન્યા છે.

yogasana
રાજકોટના 4 દર્દીઓએ યોગાસનથી કોરોના મુક્ત થયા
author img

By

Published : Oct 6, 2020, 10:47 PM IST

રાજકોટઃ ભારતીય સંસ્કૃતિ એ સમગ્ર વિશ્વને જીવનના સર્વાંગી વિકાસનું અમૂલ્ય જ્ઞાન "યોગ" સ્વરૂપે આપ્યું છે. જેના થકી કોઈ પણ વ્યક્તિ પોતાના શરીરને સ્વસ્થ અને મનને શાંત કરીને પોતાની આંતર ચેતનાને વિકાસના નવા આયામ આપી શકે છે. ત્યારે હાલ રાજકોટની સમરસ હોસ્ટેલ ખાતે વિવિધ યોગાસનો થકી 4 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જે પૈકી 38 વર્ષીય દોડવીર સુરેશ વિશ્વકર્માએ તેમની સાથે દાખલ દર્દીઓને યોગાસન કરવા પ્રેરિત કરીને કોરોના મુક્ત બન્યા છે.

yogasana
રાજકોટના 4 દર્દીઓએ યોગાસનથી કોરોના મુક્ત થયા

આ વિશે વાત કરતા સુરેશભાઈએ જણાવ્યું કે, ખેલ મહાકુંભ, મેરેથોન વગેરેમાં યોજાતી દૌડની સ્પર્ધામાં હું નિયમિત પણે ભાગ લઉં છું અને રાજ્ય કક્ષાએ પારિતોષિક પણ મેળવેલા છે, માટે હું નિયમિત પણે કસરત અને વ્યાયામ કરું છું, મને ખબર નથી કે કોરોનાનું સંક્રમણ મને કઇ રીતે લાગુ પડ્યું, હું જીમમાં કસરત કરી રહ્યો હતો એ વખતે મને શ્વાસ ચડવા લાગ્યો અને મારુ શરીર પણ તપવા લાગ્યું હતું. કસરત તો હું નિયમિત પણે કરું છું પણ આવું પહેલી વાર બન્યું માટે હું તુરંત સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા ગયો હતો, જ્યાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું કે, મારો રિપોર્ટ પોઝિટિવ આવતા મને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અત્યારે કોરોનાથી બચવાની એક જ દવા છે અને તે છે સબળ રોગ પ્રતિકારક શક્તિ. જેથી દાખલ થયાના બીજા જ દિવસથી મે મારા બેડ પર દરરોજ યોગ અને પ્રાણાયામ શરૂ કરી દીધા હતા. હું અનુલોમ-વિલોમ, કપાલ ભાતિ, તાડાસન વગેરે જેવા યોગાસનો કરવાનું શરૂ કરી દીધું હતું. સમરસમાં કાર્યરત ડોકટરોએ પણ મને યોગાસન માટે બિરદાવતા હતા. ત્યાં મારી સાથે દાખલ અન્ય ૩ દર્દીઓ પણ યોગાસન કરવા જોડાયા, પછી આ ક્રમ બની ગયો અમે દરરોજ આ રીતે કોરોના સામે ભાથ ભીડતા હતા અને આ રીતે ૮ દિવસમાં અમે કોરોનાને મ્હાત આપીને કોરોના મુક્ત થયા છીએ. "આમ યોગના અસરકારક માધ્યમથી સુરેશભાઈ એ તેમની સાથે અન્ય દર્દીઓને પણ યોગ કરવા પ્રેરિત કરીને યોગના અસરકારક માધ્યમથી કોરોનાને મ્હાત આપી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.