ETV Bharat / state

રાજકોટ અગ્નિકાંડઃ ત્રણ ડોકટરની કરાઈ ધરપકડ, કોર્ટમાં રજૂ કરાશે - fire news

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલા ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 દર્દીઓના મોત થયા છે. જે મામલે રાજકોટની માલવીયા પોલીસ દ્વારા પ્રથમ અકસ્માતે મોતની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. ત્યારબાદ SITએ બે દિવસની તપાસ બાદ હોસ્પિટલના સંચાલક સહિત 5 ડોક્ટર વિરુદ્ધ ગંભીર બેદરકારી અંગેનો ગુન્હો નોંધ્યો હતો.

rajkort news
rajkort news
author img

By

Published : Nov 30, 2020, 11:07 PM IST

  • રાજકોટ અગ્નિકાંડમાં ત્રણ ડોકટરની કરાઈ ધરપકડ
  • આરોપી ડોક્ટરને કોર્ટમાં રજૂ કરાશે
  • હોસ્પિટલના સંચાલક સહિત 5 ડોક્ટર વિરુદ્ધ ગંભીર બેદરકારી અંગેનો ગુન્હો નોંધ્યો
  • અન્ય બેની ધરપકડ બાકી

રાજકોટઃ રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલા ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 દર્દીઓના મોત થયા છે. જે મામલે રાજકોટની માલવીયા પોલીસ દ્વારા પ્રથમ અકસ્માતે મોતની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. ત્યારબાદ SITએ બે દિવસની તપાસ બાદ હોસ્પિટલના સંચાલક સહિત 5 ડોક્ટર વિરુદ્ધ ગંભીર બેદરકારી અંગેનો ગુન્હો નોંધ્યો હતો. જે દરમિયાન આજે ત્રણ આરોપી ડોક્ટરના કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટ અગ્નિકાંડઃ ત્રણ ડોકટરની કરાઈ ધરપકડ, કોર્ટમાં રજૂ કરાશે
ત્રણ આરોપી ડોક્ટરોની પોલીસે કરી ધરપકડઅગ્નિકાંડમાં સામેલ એવા ગોકુલ લાઈફ કેર પ્રા.લિ.ના ચેરમેન ડો.પ્રકાશ મોઢા, વિશાલ મોઢા, ડો.તેજસ કરમટા, ડો.તેજસ મોતીવરસ અને ડો.દિગ્વિજયસિંહ જાડેજા એમ 5 ડોક્ટર વિરુદ્ધ આઇપીસી 304-અ તેમજ 114 હેઠળ ગુનો નોધાયો હતો અને તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રીપોર્ટ આવતા ડો.પ્રકાશ મોઢા, વિશાલ મોઢા, ડો.તેજસ કરમટાની તાલુકા પોલીસે ધરપકડ કરી છે.આરોપી ડોકટરોને કોર્ટમાં કરવામાં આવશે રજૂહાલ રાજકોટની તાલુકા પોલીસ દ્વારા આગ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બે બાકી છે. ત્યારે આ ધરપકડ કરવામાં આવેલ ત્રણેય ડોક્ટરને તાલુકા પોલીસ દ્વારા માલવીયા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. જ્યારે આવતીકાલે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. ત્યારે ગુજરાતભરના લોકોની નજર હવે આ મામલે જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.