ETV Bharat / state

રાજકોટના પૂર્વ અધિક કલેક્ટરના ઘરમાંથી રૂ.3 લાખથી વધુને મુદ્દામાલની ચોરી - પરિમલ પંડ્યા

રાજકોટમાં અગાઉ અધિક કલેક્ટર(Additional Collector) તરીકે ફરજ બજાવી ચૂકેલા પરિમલ પંડ્યાના ઘરે ચોરીનો બનાવ બન્યો છે. અજાણ્યા ઈસમો પરિમલ પંડ્યાના(Parimal Pandya) ઘરમાંથી રોકડ રૂપિયા સહિત સોના ચાંદીના(Gold silver) દાગીના મળીને અંદાજીત રૂ.3 લાખથી વધુને મુદ્દામાલ ઉપાડી ગયા છે.ગાંધીગ્રામ પોલીસ (Gandhigram Police)દ્વારા અધિક કલેક્ટરના ઘરમાં ચોરી(Theft) મામલે ત્રણ શખ્સોનો ઝડપી પાડવામાં આવ્યા છે.

રાજકોટના પૂર્વ અધિક કલેક્ટરના ઘરમાંથી રૂ.3 લાખથી વધુને મુદ્દામાલની ચોરી

author img

By

Published : Oct 27, 2021, 7:55 AM IST

  • રોજકોટમાં અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલાના ઘરે ચોરી
  • અંદાજીત રૂ.3 લાખથી વધુને મુદ્દામાલ ઉપાડી ગયા
  • પોલીસ દ્વારા ત્રણ ઇસમની પણ ધરપકડ કરવામાં આવી

રાજકોટઃ રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની વિદાય બાદ ઠંડીનો ચમકારો અનુભવતા તસ્કરોનો આતંક સામે આવ્યો છે. જેમાં રંગીલા રાજકોટમાં અગાઉ અધિક કલેક્ટર(Additional Collector) તરીકે ફરજ બજાવી ચૂકેલા પરિમલ પંડ્યાના (Parimal Pandya) ઘરે ચોરીનો બનાવ બન્યો છે. અજાણ્યા ઈસમો દ્વારા એરપોર્ટ રોડ પર આવેલ પરિમલ પંડ્યાના ઘરમાંથી રોકડ રૂપિયા સહિત સોના ચાંદીના દાગીના મળીને અંદાજીત રૂ.3 લાખથી વધુને મુદ્દામાલ ઉપાડી ગયા છે. જ્યારે ઈસમો ચોરી કરતા હતા તે સમયે જ ઘરના સભ્યો આવી જતા આ ઈસમો ભાગી છૂટ્યા હતા. જો કે મામલે પોલીસ દ્વારા ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે ત્રણ ઇસમની પણ ધરપકડ કરવામાં આવી છે.

સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ચોરી

રાજકોટમાં અગાઉ અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા પરિમલ પંડ્યાનો પરિવાર રાજકોટના એરપોર્ટ રોડ ખાતે આવેલ મકાનમાં રહે છે. જ્યારે તેમના પરિવાર સભ્યો સુરત ખાતે ગયા હતા. જ્યારે તેઓ બે દિવસ પહેલા વહેલી સવારે ઘરે આવ્યા ત્યારે ઘરનો મુખ્ય દરવાજાના લોકો તૂટેલા હતા અને ઘરમાંથી અવાજ આવતો હતો. જ્યારે પરિવારના સભ્યો અંદર ગયા ત્યારે ત્રણ જેટલા અજાણ્યા ઈસમો ઘરમાંથી ભાગી રહ્યા હતા. જ્યારે ઘરમાં રહેલ કબાટ પણ તૂટેલો હતો અને અંદર રહેલા રોકડ રૂપિયા સહિતનો મુદ્દામાલ નહોતો. જેને લઈને પરિવારને પણ જાણ થઈ કે ઘરમાં ચોરી થઈ છે. જે મામલે પરિમલ પંડ્યાના પત્ની કિરણબેન દ્વારા આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા ત્રણ શખ્સોનો ઝડપી પાડવામાં આવ્યા

ગાંધીગ્રામ પોલીસ દ્વારા અધિક કલેક્ટરના ઘરમાં ચોરી મામલે ત્રણથી વધુ શખ્સોનો ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે આ ટોળકી દ્વારા અધિક કલેક્ટરના ઘરમાં ચોરી કરતા પહેલા વૈશાલીનગરમાં પણ એક ઘરમાં ચોરી કરી હતી. જે મામલે હાલ પોલીસ દ્વારા આ ટોળકીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં નેપાળી ટોળકી હોવાનું ઓન સામે આવ્યું છે. સમગ્ર મામલે વધુ પૂછપરછ બહાર બહાર આવવાની શક્યતાઓ છે.

આ પણ વાંચોઃ 108 ઇમરજન્સી સેવાએ મેળવી નવી સિદ્ધિ, રાજ્યભરમાં હેન્ડલ કર્યાં 1 કરોડથી વધુ કોલ
આ પણ વાંચોઃ પાટણ DySPની ગેરવર્તણૂક સામે પોલીસ કર્મચારીઓએ કર્યા ધરણા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.