રાજકોટમાં દિવસેને દિવસે ગુનાખોરીમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે, આજે ફકીરનો વેશ ધારણ કરીને શહેરના અલગ અલગ વિસ્તારમાં ચોરી કરતી ગેંગ ઝડપાઇ છે. ત્રણ જેટલા યુવાનો ફકીરનો વેશ ધારણ કરી જેતે સોસાયટીમાં માંગવા માટે જતા તે દરમિયાન ઘરધણીની નજક ચૂકવીને રોકડ રૂપિયા, અથવા દાગીના સહિતની વસ્તુઓની ઉઠાંતરી કરતા હતાં. જે પ્રકારની ઘટના બે દિવસ પહેલા એક મહિલા સાથે બની હતી.
ફકીર ગેંગે મહિલાની સોનાની વિટીની ઉઠાંતરી કરી હતી. ત્યારબાદ મહિલાના પરિજનો દ્વારા આ યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેને લઈને આ ફકીર ગેંગ આજે શહેરના પારસી અગિયારી ચોકમાં મળી જતા મહિલા પરિજનો દ્વારા જાહેરમાં જ યુવાનોની સરભરા કરવામાં આવી હતી. જો કે મામલો વધુ બીચકતા શહેરની પ્રદ્યુમનનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.