રાજકોટઃ સૌરાષ્ટ્રનું પાટનગર એવું રંગીલું રાજકોટ જાણે ક્રાઈમ નગરી બની રહ્યું હોય તેવી એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં બુધવારે મોડીરાત્રે એક યુવાનની છરીના ઘા વડે હત્યા નિપજાવવામાં આવી હતી.
રાજકોટની ભાગોળે મોરબી રોડ પર આવેલા રોણકી ગામે રહેતા અશોક છગનભાઈ રાઠોડ નામના 30 વર્ષના યુવકને અનિલ કેશુભાઈ ઝીંઝુવાડિયા નામના ઇસમે હતી.જેમાં યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું. આ હત્યા કરનાર આરોપી ત્યાથી ભાગી છૂટ્યો હતો. આ હુમલા દરમિયાન અશોક સૂતો હતો.
મોડી રાત્રે હત્યાની ઘટના સામે આવતા રાજકોટની ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ હજુ સુધી યુવાનની હત્યાનું કારણ બહાર આવ્યું નથી. જે તપાસ બાદ બહાર આવશે.