ETV Bharat / state

રાજકોટ : ગોંડલના વૃદ્ધાશ્રમમાં રહેતા મૂકબધિર વૃદ્ધાના વાલી વારસની શોધ શરૂ કરવામાં આવી - news in Gondal

ગોંડલ નગરપાલિકા સંચાલિત વૃદ્ધાશ્રમમાં આશરે 2 વર્ષથી રહેતા મૂકબધિર વૃદ્ધાના વાલી વારસની શોધખોળ શરૂ કરવામાં આવી છે. Etv ભારત દ્વારા ડેપ્યુટી કલેકટર રાજેશકુમાર આલને જાણ કરતા તેઓ પણ વૃદ્ધાના વાલી વારસની શોધખોળ કરવામાં મદદ રૂપ થયા છે.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Dec 19, 2020, 9:00 PM IST

  • 2 વર્ષ પહેલાં લાલપુલ પાસેથી મળી આવ્યા હતા
  • વૃદ્ધાએ હાથમાં ત્રાજવા ત્રોફાવેલ છે
  • ગોંડલ સિટી પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ : ગોંડલમાં આવેલા વૃદ્ધાશ્રમમાં આશરે છેલ્લાં 2 વર્ષથી આશરે 70 વર્ષના એક વૃદ્ધા રહે છે. તેઓ બોલી શકતા નથી. તેથી તેનું સરનામું બતાવી શકતા નથી. આ વૃદ્ધા બે વર્ષ પહેલા લાલપુલ પાસેથી મળી આવ્યા હતા. ત્યારે સામાજીક કાર્યકર પ્રફુલભાઈ રાજ્યગુરુને જાણ થતાં તેઓએ આ વૃદ્ધાને જ્યાં સુધી વાલીવારસ ન મળે ત્યાં સુધી નગરપાલિકા સંચાલિત બાલાશ્રમ વૃદ્ધાશ્રમમાં આશરો આપવામાં આવ્યો હતો. Etv ભારત દ્વારા ડેપ્યુટી કલેકટર રાજેશકુમાર આલને જાણ કરતા તેઓ પણ વૃદ્ધાના વાલી વારસની શોધખોળ કરવામાં મદદ રૂપ થયા છે.

રાજકોટ : ગોંડલના વૃદ્ધાશ્રમમાં રહેતા મૂકબધિર વૃદ્ધાના વાલી વારસની શોધ શરૂ કરવામાં આવી
વૃદ્ધાના વાલીને શોધવા માટે ગોંડલ સિટી પોલીસ તેમજ સમાજ કલ્યાણને જાણ કરાઈવાલી વારસ ના મળતા તેઓને બાલાશ્રમમાં જ આશરો આપ્યો હતો. પરંતુ છેલ્લા બે-ત્રણ મહિનાથી આ વૃદ્ધાને પોતાના પરિવારની યાદ આવતા અને સંસ્થા દ્વારા ફરી ગોંડલ સિટી પોલીસને જાણ કરતા પી.આઈ એસ.એમ જાડેજાએ તપાસ હાથ ધરી છે. વૃદ્ધાએ હાથમાં ત્રાજવા ત્રોફાવેલ છે, તે બોલી શકતા નથી. આથી જે કોઇ આ વૃદ્ધાના વાલી વારસ હોય તેણે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના ફોન નંબર (02825 220029) અથવા તો (231537) ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.