ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને આવારા તત્વો અંગે આવેદનપત્ર અપાયા બાદ પણ DYSP ઝાલા, સીટી PI રામાનુજ, LCB PI રાણા દ્વારા સિટી પોલીસ મથક ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, પાલિકાના સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા, મુસ્લિમ સમાજના અગ્રણી સલીમભાઈ ચૌહાણ, ફતેહ મહંમદ નૂરસુમાર, આસિફભાઈ ઝકરિયા, કાપડના વેપારી અગ્રણી સલીમભાઈ, વિશ્વ હિન્દુ પરિષદના ધર્મેશભાઈ રાજાણી, બજરંગ દળના હિરેનભાઈ ડાભી તેમજ સદસ્યો ઉપરાંત શહેરના વિવિધ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવાસ યોજના માં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિ તેમજ શહેરમાં આવારા તત્વોની રંજાડ અને ટ્રાફિક સમસ્યા અંગે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.
વધુમાં DYSP ઝાલાએ જણાવ્યું હતું કે, શહેરમાં શંકાસ્પદ જણાતી જગ્યાએ જિલ્લાભરની વિવિધ પોલીસ ટીમ દ્વારા કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું છે ગેરકાનૂની પ્રવૃત્તિ કે આવારા તત્વોની રંજાડ સાંખી લેવાશે નહીં પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવશે જ લોક દરબારમાં હાજર આગેવાનોએ પોલીસની કાર્યવાહીથી સંતોષ વ્યક્ત કર્યો હતો અને ઉલ્લેખ કર્યો હતો કે આગામી દિવસોમાં ગોંડલ આવતા મુખ્યપ્રધાન સામે કાળા વાવટા ફરકાવવાનો કાર્યક્રમ રદ કરાયો છે અને પોલીસની કાર્યવાહીથી સંતોષ હોવાનું અંતમાં જણાવ્યું હતું.