ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક મળ્યા બાદ રાજકોટમાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે તાજેતરમાં જ દિલ્હીથી આવેલા અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજકોટના વર્તમાન સિવિલ સુપ્રીટેન્ડ મનીષ મહેતા પણઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ETV ભારત દ્વારા એઈમ્સને લઈને મનીષ મહેતા સાથે ખાસ વાતચીત કરી હતી.
જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટના પરા પીપડીયા ગામ નજીક 200 એકર જમીનમાં એઇમ્સનું નિર્માણ થશે. તેમજ આ માટે દિલ્હીથી અધિકારીઓ અને આર્કિટેક્ટ પણ સ્થળની મુલાકાત માટે આવ્યા હતા. જ્યારે એઈમ્સના ભૂમિ પૂજન માટે વડાપ્રધાન મોદી ફેબ્રુઆરી અથવા માર્ચમાં રાજકોટ ખાતે આવે તેવી પણ શક્યતાઓ છે. આગામી 2થી 4 વર્ષની અંદર એઇમ્સનું નિર્માણ થઈ જશે. ચાલુ વર્ષે જ એઈમ્સની 50 મેડિકલ બેઠકોનું એડમિશન રાજકોટ ખાતે શરૂ થઈ જશે.