ETV Bharat / state

Rajkot Crime News : રાજકોટની ભાદર નદીમાંથી મળી આવ્યો અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ, પોલીસે તપાસ હાથ ધરી - હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ

ધોરાજીમાં ભાદર નદીમાંથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. જેનું પોસ્ટમોર્ટમ કરતાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. જે મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ધોરાજીમાં ભાદર નદીમાંથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી

author img

By

Published : Mar 28, 2023, 5:25 PM IST

ધોરાજીમાં ભાદર નદીમાંથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી

રાજકોટ: ધોરાજીમાં વેગડી ગામ પાસે આવેલ ભાદર નદીમાંથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. લાશ કોહવાયેલ હાલતમાં હોવાથી તેમને પોસ્ટમોર્ટમ અર્થે ફોરેન્સિક તપાસ માટે ખસેડવામાં આવી હતી. આ પોસ્ટ મોર્ટમમાં વ્યક્તિની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આ સમગ્ર મામલે અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad Suicide: દારૂના વ્યસની ડોક્ટર પતિના ત્રાસથી પત્નીનો આપઘાત

હત્યાનો ગુનો દાખલ: સામે આવેલી માહિતી પ્રમાણે ધોરાજી ભાદર નદીમાં લાશ જોઈને આસપાસના સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘટના અંગે જાણ થતાં જામકંડોરણા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. તરવૈયાઓની મદદથી લાશને પાણીની બહાર કાઢી કબજો મેળવ્યો હતો. લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવી હતી.

લાશનું પોસ્ટમોર્ટમ: ભાદર પુલની નદીમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ હોવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. મૃતક વ્યક્તિની લાશ કોહવાયેલી ગયેલ હાલતમાં હોવાનું સામે આવતા લાશને વધુ પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ફોરેન્સિક વિભાગમાં પોસ્ટમોર્ટમ કરવા અર્થે ખસેડાઈ હતી. ફોરેન્સિક રિપોર્ટમાં મૃતક વ્યક્તિની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે વ્યક્તિ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો: Rajkot Crime: યુવકને સમાધાન માટે બોલાવી ભાજપ અગ્રણીએ આપ્યો ધોકાપાક, નોંધાઈ એટ્રોસિટીની ફરિયાદ

કોહવાયેલી હાલતમાં મળી લાશ: આ રિપોર્ટમાં મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર આશરે 35 વર્ષની હોવાનું તેમજ મૃતક વ્યક્તિના ગળાના ભાગે તેમજ માથાના ભાગે અને પેટના ભાગે કોઈ હથિયાર વડે હુમલો કરી મોત થયું હોવાનું સામે આવ્યું છે. મૃત્યુ પામનારની હત્યા કરી તેના મૃતદેહને પાણીમાં ફેંકી દીધી હતી. સમગ્ર બાબતે જામકંડોરણા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે આઇપીસી કલમ 302 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી આ કેસમાં ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.